Site icon Revoi.in

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીના નિર્ણયની કરી પ્રશંસા, તબીબી અભ્યાસક્રમોમાં અન્ય પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગને મળશે અનામત

Social Share

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તબીબી અભ્યાસક્રમોમાં અન્ય પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગને અનામત પ્રદાન કરવાના ઐતિહાસિક નિર્ણય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે.

પોતાના ટ્વીટ્સમાં અમિત શાહે કહ્યું કે “મેડિકલ શિક્ષણના ક્ષેત્રમાં સ્નાતક (અંડરગ્રેજ્યુએટ) અને સ્નાકોત્તર (પીજી મેડિકલ /ડેન્ટલ અભ્યાસક્રમો)માં અખિલ ભારતીય ક્વોટા યોજનામાં ઓબીસી વર્ગ માટે 27% અનામત અને આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામત પ્રદાન કરવાના ઐતિહાસિક નિર્ણય પર શ્રી નરેન્દ્ર મોદીજીને અભિનંદન આપું છું.”

ગૃહમંત્રીએ કહ્યું કે “ઘણા સમયથી વિલંબિત આ માગણીને પૂરી કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના કલ્યાણ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી છે. મોદી સરકારના આ નિર્ણયથી લગભગ 5550 વિદ્યાર્થીઓ લાભાન્વિત થશે.”

આ યોજના અંતર્ગત વર્તમાન શૈક્ષણિક વર્ષ 2021-22થી તમામ સ્નાતક/સ્નાકોત્તર મેડિકલ/ડેન્ટલ અભ્યાસક્રમોમાં અખિલ ભારતીય ક્વોટા (AIQ) સીટોમાં ઓબીસી માટે 27 ટકા અનામતની સાથે, ઈડબલ્યુએસ માટે 10 ટકા અનામત પણ આપવામાં આવી રહ્યું છે.