કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શનિવારે કચ્છની મુલાકાતે, વિવિધ વિકાસકાર્યોનો કરાવશે પ્રારંભ
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાત દરમિયાન વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. અમિત શાહ આવતીકાલે સવારે ગાંધીધામ સ્થિત ઇફ્કો નેનો યુરિયા પ્લાન્ટનું ભૂમિપુજન કરશે. ત્યારબાદ તેઓ કચ્છના કોટેશ્વર ખાતે બીએસએફની વિવિધ પરિયોજનાઓનું ઇ-લોકાર્પણ કરશે. ત્યાંથી તેવો હરામીનાળા વિસ્તારની મુલાકાત લેશે. ગૃહમંત્રી સાંજે ભૂજની જેલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ટ્રાન્સફોર્મેશન @75 કાર્યક્રમમાં જેલના કેદીઓ સાથે ઉપસ્થિત રહેશે.
ગુજરાતની મુલાકાતે આવી રહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સવારે 10.30 કલાકે ગાંધીધામમાં ઈફકો નેનો ડીએપીના પ્લાટનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે. આવી જ રીતે બપોરના 2 કલાકે કચ્છના કોટેશ્વર ખાતે બીએસએફના મૂરીંગ પ્લેસનું ભૂમિપૂજન અને વિવિધ પરિયોજનાઓનું ઈ-લોકાર્પણ કરશે. બપોરના 3 કલાકે હરામીનાળાની મુલાકાત બાદ સાંજના છ કલાકે ભુજમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ટ્રાન્સફોર્મેશન @75 કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અમિત શાહ ગુજરાતની મુલાકાત દરમિયાન ભાજપના આગેવાનો સાથે લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને પણ ચર્ચા કરે તેવી શકયતા છે.