Site icon Revoi.in

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય  બાકી રહ્યો છે, ત્યારે દિલ્હીના નેતાઓના ગુજરાતના આંટાફેરા વધી ગયા છે. અગાઉ રાજ્યમાં ભારે વરસાદને કારણે વજાપ્રધાનનો કાર્યક્રમ મુલત્વી રાખવામાં આવ્યો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28મી જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જ્યારે કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ શનિવારે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. AMC અને ઔડાના વિકાસલક્ષી પ્રોજેકટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અમિત શાહના હસ્તે કરાશે. શાહ અંદાજીત 150થી 200 કરોડના વિકાસ કામોની ભેટ આપશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. અને તેમાં પણ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ વધુ વધ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28-29 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહ આગામી 23 અને 24 જૂલાઇએ અમદાવાદની મુલાકાતે આવશે. અમદાવાદમાં AMC અને ઔડાના વિકાસલક્ષી પ્રોજેકટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેઓ અંદાજીત 150થી 200 કરોડના વિકાસ કામોની ભેટ આપશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  જુલાઇ મહિનામાં જ અમિત શાહનો આ બીજો ગુજરાત પ્રવાસ છે. અમિત શાહ આ અગાઉ 1 અને 2 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. 1 લી જુલાઇના રોજ રથયાત્રામાં અમિત શાહે હાજરી આપી હતી. આ દિવસે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રચારનો શુભારંભ કરી દીધો હતો. આ દિવસે જ અમિત શાહે સાણંદમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકોને વર્તમાન ધારાસભ્ય કનુ પટેલને જંગી બહુમતીથી જીતાડવા માટે સ્થાનિકોને અપીલ કરી હતી. બે દિવસના પ્રવાસમાં તેમણે વિવિધ સ્થળોએ લોકાર્પણો અને ખાતમુહુર્તો કર્યાં હતાં. 2 જી જુલાઈએ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં 2 જુલાઈએ અમિત શાહે 33 કરોડ ના રેલવેના કામનું ખાતમુહર્ત અને લોકાર્પણ કર્યું. જેમાં ચાંદલોડિયા બી રેલવે સ્ટેશન પર ટીકીટ કાઉન્ટર સુવિધા શરૂ કરાવી હતી. અગાઉ અમિત શાહે થલતેજ હેબતપુરમાં 1 લાખ વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વૃક્ષ વાવી શરૂઆત કરાવી હતી.