1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. GTUના નવા કેમ્પસનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે 27મીને મંગળવારે ભૂમિપૂજન કરાશે
GTUના નવા કેમ્પસનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે 27મીને મંગળવારે ભૂમિપૂજન કરાશે

GTUના નવા કેમ્પસનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે 27મીને મંગળવારે ભૂમિપૂજન કરાશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીક યુનિવર્સિટીએ  ટેક્નિકલ શિક્ષણમાં દેશ- વિદેશમાં અગ્રગણ્ય યુનિવર્સિટીમાં નામના મેળવી છે.  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને સરકાર દ્વારા ગાંધીનગરના લેકાવાડા ખાતે 100 એકરની જમીન નવા બિલ્ડીંગના બાંધકામ માટે ફાળવવામાં આવી છે. જેનું આગામી તારીખ 27 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી , શિક્ષણમંત્રી જીતુ વાધાણી, રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહશે.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , ગુજરાતમાં પણ વિશ્વની સર્વશ્રેષ્ઠ ટેક્નિકલ યુનિવર્સિટી બનાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લક્ષ્યને સાકાર કરવા માટે જીટીયુ કટ્ટીબદ્ધ છે. જીટીયુના નવા બિલ્ડીંગનું બાંધકામ આગામી 2 વર્ષની સમય મર્યાદામાં પરિપૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સરકાર દ્વારા બાંધકામ માટે રૂપિયા 275 કરોડની ગ્રાંન્ટ જીટીયુને  મંજૂર કરવામાં આવી છે. નવું તૈયાર થતું કેમ્પસ ગ્રીન રેટીંગ ફોર ઈન્ટીગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ (ગૃહ) અનુસાર સંપૂર્ણ ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવશે. જેમાં 17 થી વધુ ભવનોની સ્થાપના કરવામાં આવશે. જેમાં સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ , ફાર્મસી , મેનેજમેન્ટ , ઉપરાંત એડમીન બિલ્ડિંગ, પરીક્ષા ભવન અને ડેટા સેન્ટર , ગલ્સ અને બોય્ઝ હોસ્ટેલ , અદ્યતન સેન્ટર લાઈબ્રેરી , કુલપતિ અને કુલસચીવના બંગ્લોઝ , ક્લાસ- 2 અને 3 કેટેગરીના સ્ટાફ ક્વાર્ટઝ ,  કાફેટેરીયા , ફાર્મસીની રીસર્ચ સંબધિત એનિમલ હાઉસ આ ઉપરાંત તમામ કર્મચારીઓને સવલત મળી રહે તે હેતુસર એટીએમ અને પોસ્ટ ઓફિસની સુવિઘા પણ પૂરી પાડવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવતું જીટીયુનું નવું કેમ્પસ અંદાજીત 5000થી વધુ વૃક્ષોથી આચ્છાદિત હશે. જેમાં લિમડો, પીપળો , વડ, બોરસલી , ગુલમહોર, આંબલી વગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત  2000 સ્કેવર મીટરના ક્ષેત્રફળમાં આયુર્વેદીક ઔષધી પ્લાન્ટ પણ વાવવામાં આવશે. જેમાં અરડૂસી , અશ્વગંધા , આમળા , ગીલોય , જાંબુ વગેરે જેવા ઔષધીય છોડનું પણ વાવેતર કરવામાં આવશે.  100 ટકા શુદ્ધ અને પ્રદૂષણમુક્ત પ્રાકૃતિક વાતાવરણ મળી રહે  તે માટે કોમન પાર્કિંગ રખાવીને સમગ્ર કેમ્પસમાં પરિવહન માટે 2.50 કિમીનો સાયકલ ટ્રેક બનાવવામાં આવશે.  આ ઉપરાંત વિવિધ ભવનો પર 18000 સ્કેવ મીટરના ક્ષેત્રફળ પર સોલાર પેનલ લગાવીને સમગ્ર કેમ્પસ સોલર લાઈટથી સંચાલિત કરાશે. જેનાથી પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ સવિશેષ પ્રમાણમાં કરીને ગ્રીન હાઉસ ઈફેક્ટ્સ  અને અન્ય પ્રકૃત્તિને નુકસાનકારક પ્રવૃત્તિ પર લગામ લગાવી શકાશે. આ સમગ્ર કેમ્પસનું બાંધકામ એક જ સમયમાં બાંધવામા આવશે. વધુમાં વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે અદ્યતન ઓડિટોરીયમ અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code