Site icon Revoi.in

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની લેશે મુલાકાત,ઉચ્ચ સ્તરીય બેઠક કરશે

Social Share

શ્રીનગર:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે.ગૃહમંત્રી રાજોરીની પણ મુલાકાત લેશે.આ માટે જમ્મુથી રાજોરી સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.તેઓ જમ્મુના ટેકનિકલ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર લઈને રાજોરી જશે.ડીજીપી દિલબાગ સિંહ અને એડીજીપી મુકેશ સિંહ ગઈકાલે રાજોરી પહોંચ્યા હતા, જ્યારે શુક્રવારે ગૃહમંત્રીની સાથે કેન્દ્રીય ગૃહ સચિવ, ગુપ્તચર એજન્સીઓના વડાઓ અને ઘણા લોકો સાથે હતા.અન્ય મહાનુભાવો સહીત અધિકારીઓ પધારશે.

જણાવવામાં આવી રહ્યું છે કે રાજોરીમાં હિન્દુ પરિવારો સાથે મુલાકાત કર્યા બાદ તે ત્યાં પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સુરક્ષા બેઠક કરશે.જેમાં ટાર્ગેટ કિલિંગ રોકવા, હિંદુ પરિવારોને સુરક્ષા આપવા, સરહદ પારના આતંકવાદી ષડયંત્રોને નિષ્ફળ બનાવવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

શાહ કાશ્મીર અને પછી જમ્મુ ડિવિઝનમાં ટાર્ગેટ કિલિંગને લઈને સુરક્ષા એજન્સીઓ સાથે ઊંડી ચર્ચા કરશે.સૂત્રોનું એમ પણ કહેવું છે કે તે પોલીસ અને અન્ય એજન્સીઓને કેટલીક ચોક્કસ સૂચનાઓ પણ આપી શકે છે. જેના કારણે હિન્દુ વિસ્તારોમાં સુરક્ષાને લઈને નક્કર પગલાં લેવામાં આવશે.