અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મોટા બહેન રાજેશ્વરીબેનનું નિધન થતાં ગુજરાતના પ્રવાસે આવેલા અમિત શાહ તેમના તમામ કાર્યક્રમો રદ કરીને પરિવારજનોને સાત્વના આપવા દોડી ગયા હતા. અમિત શાહના બહેન રાજેશ્વરીબેન અમદાવાદની કેડી હોસ્પિટલમાં લાંબા સમયથી સારવાર હેઠળ હતા. અને રાજેશ્વરીબેનને ફેફસાંની તકલીફ હતી. એક મહિના પહેલાં મુંબઈ ખાતે સારવાર અર્થે ખસેડાયાં હતાં. મૃતદેહને મુંબઈથી અમદાવાદ મેપલ 3, શાલ હોસ્પિટલ પાસે રાજેશ્વરીબેનના ઘરે લાવવામાં આવ્યો હતો. સ્વર્ગસ્થની ઉંમર અંદાજે 65 વર્ષની હતી, સ્વ.રાજેસ્વરીબેનના નિધનથી દુઃખની લાગણી વ્યક્ત કરીને રિવોઈ’ પરિવારે શ્રદ્ધાજલિ અર્પી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં મોટાબેનનું સોમવારે અવસાન થયું હતુ. લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં. જોગાનુજોગ અમિત શાહ પણ સોમવારે ગુજરાતના પ્રવાસે હતા. બહેનના નિધનની જાણ થતાં જ અમિતભાઈ શાહ પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને પરિવારજનોને સાંત્વના આપવા દોડી ગયા હતા. સ્વર્ગસ્થનું મંગળવારે રાજપથ ક્લબની બાજુમાં આવેલા જેડ હોલમાં સવારે 9થી 12 બેસણું રાખવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, રાજેશ્વરીબેનને ફેફસાંની તકલીફ હતી. એક મહિના પહેલાં મુંબઈ ખાતે સારવાર અર્થે ખસેડાયાં હતાં. મૃતદેહને મુંબઈથી અમદાવાદ મેપલ 3, શાલ હોસ્પિટલ પાસે રાજેશ્વરીબેનના ઘરે લાવવામાં આવ્યો હતો. તેમની ઉંમર અંદાજે 65 વર્ષની હતી રાજેશ્વરીબેનના નશ્વર દેહને થલતેજ સ્મશાનગૃહ ખાતે લાવવામાં આવ્યો હતો. મંત્રોચ્ચાર વિધિ સાથે તેઓના મૃતદેહને અંતિમ વિદાય આપવામાં આવી હતી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, ધારાસભ્ય ડો.હર્ષદ પટેલ, દિનેશ કુશવાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિતના ભાજપના નેતાઓ સ્મશાનગૃહ ખાતે પહોંચ્યા હતા. તેમજ પોલીસ કમિશનર જી.એસ મલિક, સાંસદ ડો. કિરીટ સોલંકી પણ સ્મશાનગૃહ પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના બહેનનું મંગળવારે બેસણું રાખવામાં આવ્યું છે. શહેરના એસજી હાઇવે પર રાજપથ ક્લબની બાજુમાં આવેલા જેડ હોલમાં સવારે 9થી 12 બેસણું રાખવામાં આવ્યું છે.