Site icon Revoi.in

આજરોજ ગૃહમંત્રી શાહે મહેસાણા ખાતે દેશની પ્રથમ સહકારી સૈનિક સ્કૂલનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો, પીએમ મોદીનું અઘરું સપનું પુરુ થયું

Social Share

 

ગાંઘીનગરઃ- આજરોજ 4થી જુલાઈને મંગળવારે દેશના ગૃહમંત્રી અમિત શાહે દેશની પ્રથમ સહકારી સૈનિક સ્કૂલનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો આ સ્કુલ મહેલસાણા ખાતે બનાવાઈ રહી છે જે ભારતની સહકારી પ્રથમ સેન્ય સ્કુલ છે.

જાણકારી પ્રમાણે આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે દેશમાં પીપીપી ધોરણે 100 નવી સૈનિક શાળાઓ શરૂ કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલના માનમાં આ સૈનિક સ્કૂલ શરૂ કરવામાં આવી છે.પીએમ મોદીના પોતાના ગૃહ જિલ્લામાં દેશની પ્રથમ અને અનોખી સૈનિક સ્કૂલ શરૂ થવા જઈ રહી છે. તે પ્રદેશની પ્રતિષ્ઠિત દૂધસાગર ડેરી દ્વારા સંચાલિત કરવામાં આવશે.

જાણકારી અનુસાર આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય  વરિષ્ઠ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા શહેરથી 11 કિલોમીટર દૂર બોરીયાવી  ગામમાં આ સૈનિક શાળાની સ્થાપના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે  આ શાળા સહકારી દૂધ સાગર ડેરી દ્વારા 75 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે જે આવનારા સમયમાં યુવાઓને ઉજ્જવળ ભવિષ્ય બનાવાની તક આપશે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી બાળપણમાં સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરવા માંગતા હતા, તેમણે તેમનું સપનું પૂરું કરવા માટે સૈનિક સ્કૂલમાં બે રૂપિયાની ફી પણ જમા કરાવી હતી, પરંતુ ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પીએમ મોદી તે સમયે તે કરી શક્યા ન હતા. શ્કરી શાળામાં ભણવાનું તેનું સપનું ચકનાચૂર થઈ ગયું ત્યારે હવે તેમનું આ અઘુરુ સપનું આજે સાકાર થવાના તબક્કે પહોંચ્યું છે.