Site icon Revoi.in

કેન્દ્રીય ગૃહમંત્રી શાહ આજથી અરુણાચલની મુલાકાતે, વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ કરશે લોન્ચ

Social Share

દિલ્હી- દેશના ગૃહમંત્રી અનમિત શાહ ચીનની સીમાને અડીને આલેવા વિસ્તારની મુલાકાત લેવા જઈ રહ્યા છે જાણકારી અનુસાર ગૃહમંત્રી અમિત શાહ સોમવાર અને મંગળવારે અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે અને આ દરમિયાન તેઓ ચીનને તેની જ ભાષામાં જવાબ આપશે.યોજના પાછળ 4800 કરોડનો ખર્ચ થશે. તેમની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તાજેતરમાં જ ચીને અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નામ બદલ્યા છે.

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022-23 થી 2025-26 માટે રૂ. 4800 કરોડના કેન્દ્રીય યોગદાન સાથે વાઇબ્રન્ટ વિલેજ યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમ અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની ઉત્તરીય સરહદને અડીને આવેલા 19 જિલ્લાના 46 બ્લોકના 2,967 ગામોનો વિકાસ કરવામાં આવનાર છે.

વધુ વિગત પ્રમાણે અમિત શાહ ચીન બોર્ડર પર વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરશે અને સૈનિકોને પ્રોત્સાહિત કરશે.આ કેન્દ્ર પ્રાયોજિત કાર્યક્રમ ગામડાઓના વિકાસ માટે શરૂ કરવામાં આવી રહ્યો છે.અમિત શાહ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના સરહદી ગામ કિબિતુ ખાતે ‘વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’નું ઉદ્ઘાટન કરશે. આ અંતર્ગત સરહદી ગામોનો વિકાસ તો થશે જ પરંતુ પ્રવાસનને ધ્યાનમાં રાખીને તે ગામોને મુખ્ય માર્ગ સાથે જોડીને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સરકારે સરહદી ગામોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેન્દ્ર સરકારે આ માટે વાઈબ્રન્ટ વિલેજ યોજના જાહેર કરી છે. ગૃહમંત્રી મુલાકાતના પ્રથમ દિવસે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગામ કિબિથુ પહોંચશે અને વાઈબ્રન્ટ વિલેજ યોજનાનું લોકાર્પણ કરશે. આ ગામ 1962ના ચીન યુદ્ધના થિયેટરોમાં સામેલ છે.

ગૃહમંત્રી કિબિથુ ગામમાં સુવર્ણ જયંતિ બોર્ડર લાઇટિંગ પ્રોગ્રામ હેઠળ 9 માઇક્રો હાઇડ્રો પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે. મંગળવારે, ગૃહ પ્રધાન નમતી વિસ્તારની મુલાકાત લેશે અને વાલોંગ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે. આ દરમિયાન તેઓ ITBP પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને જવાનો સાથે વાતચીત પણ કરશે.