Site icon Revoi.in

કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શન કર્યા

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હવાઈ માર્ગે જામનગર આવ્યાં હતા. જામનગર એરપોર્ટ ઉપર અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ તેઓ દેવભૂમિ દ્વારકા ગયા હતા. દ્વારકામાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ જગત મંદિર ખાતે ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શન કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન – અર્ચન સાથે સાથે પાદુકા પૂજન પણ કરાવવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસનો પ્રારંભ દ્વારકાધીશના દર્શનથી કર્યો હતો.

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જગત મંદિરમાં દર્શન કર્યા બાદ તેમણે દ્વારકામાં નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસિંગ કચેરીનું ખાતમુહૂર્ત કર્યુ છે. મોજપ ગામમાં ખાતમુહૂર્ત કર્યું હતું. બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહ રવિવારે અમદાવાદમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. જેમાં છારોડી ખાતે બનેલા તળાળ, ચાંદખેડામાં GSRTCvની નવી 320 બસો, નારણપુરામાં નવા જીમ્નેશિયમ અને લાઇબ્રેરીનું લોકાર્પણ કરશે. ઉપરાંત અમદાવાદમાં 2500 શહેરી મકાનોના ડ્રો કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતના પ્રવાસ દરમિયાન અમિત શાહ ભાજપના આગેવાનો સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત આગામી વર્ષે યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના આગેવાનો સાથે ચર્ચા પણ કરે તેવી શકયતા છે. અમિત શાહ ભાજપના આગેવનોને રાજ્યમાં સંગઠનને વધારે મજબુત બનાવવા સૂચન કરાશે.