‘મિલે સુર મેરા તુમ્હારા’ ગીતનું નવુ સંસ્કરણ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે રાષ્ટ્રને સમર્પિત કર્યું
અમદાવાદઃ મિલે સુર મેરા તુમ્હારા ગીતનું નવુ સંસ્કરણ રેલવે અને કાપડ રાજ્યમંત્રી દર્શના બેન જરદોશે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ ગીત 13 જુદી-જુદી ભાષાઓમાં ગવાયું છે.
રેલવે અને કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશે આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘મિલે સુર મેરા તુમ્હારા’ ગીતનું નવું સંસ્કરણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ ગીતનું નવું સંસ્કરણ રેલવે કર્મચારીઓ અને અધિકારીઓએ તૈયાર કર્યું છે. કાર્યક્રમ દરમિયાન, રેલવે બોર્ડના ચેરમેન અને સીઇઓ, સુનીત શર્મા અને વરિષ્ઠ રેલવે અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
આ ગીત રેલવે મંત્રાલય દ્વારા ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અને ભારતીય રેલવેની સિદ્ધિઓ, વિકાસ અને સમગ્ર ભારતના આધારે એકીકરણ દર્શાવવા માટે હાથ ધરવામાં આવેલી પહેલનો એક ભાગ છે.
આ ગીત ‘મિલે સુર મેરા તુમ્હારા’ નું નવું સંસ્કરણ છે જે 1988 માં સ્વતંત્રતા દિવસ પર પ્રથમ વખત ટેલિકાસ્ટ થયું હતું. મૂળ ગીતના શબ્દો જેમ છે તેમ જાળવી રાખવામાં આવ્યા છે પરંતુ સંગીતને નવા સંસ્કરણમાં રજૂ કરવામાં આવ્યું છે. આ ગીત 13 જુદી-જુદી ભાષાઓમાં ગવાયું છે જેથી તમામ ઝોનલ રેલવેમાં મિત્રતાની લાગણી મળે.