નવી દિલ્હીઃ નાણામંત્રીએ કહ્યું કે નવી ટેક્સ જોગવાઈઓ હેઠળ 0-3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. 3-6 લાખ રૂપિયા સુધી 5% ટેક્સ લાગશે. હવેથી 6-9 લાખ રૂપિયા પર 10% ટેક્સ અને 9-12 લાખ રૂપિયા પર 15% ટેક્સ લાગશે.12-15 લાખ પર 20% ટેક્સ અને 15 લાખથી વધુની આવક પર 30% ટેક્સ લાગશે.
નાણામંત્રીએ કહ્યું કે હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આપવામાં આવશે.
નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ રિટર્નની પ્રક્રિયા 90 દિવસથી ઘટાડીને 16 દિવસ કરવામાં આવી છે અને એક દિવસમાં 72 લાખ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. કરદાતાની ફરિયાદ નિવારણમાં સુધારો થયો છે અને સામાન્ય IT રિટર્ન ફોર્મ્સ આવશે જે રિટર્ન ફાઇલિંગને સરળ બનાવશે.