દિલ્લી: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ઉત્તર પ્રદેશમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આવતા વર્ષે ભારતીય મૂળના એક કે બે માનવ અવકાશમાં મોકલવામાં આવશે.
જિતેન્દ્ર સિંહે વધારે ઉમેરતા જણાવ્યું કે પ્રથમ ટ્રાયલ ખાલી હશે, જ્યારે બીજા ટ્રાયલમાં મહિલા રોબોટને અવકાશમાં મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે જે મહિલા રોબોટને અંતરિક્ષમાં મોકલવામાં આવશે તેનું નામ વ્યોમિત્ર છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ બંને ટ્રાયલ પછી આવતા વર્ષે ભારતમાંથી બે માનવોને અવકાશમાં મોકલવામાં આવશે.
મોદી સરકારે યુવાનોને નવી ટેકનોલોજી અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. તાજેતરમાં બેંગ્લોરથી બે બીટેક અને એક એમબીએ કરીને ત્રણ યુવકો પરત ફર્યા છે. તેમણે એગ્રીકલ્ચર સ્ટાર્ટ અપ માટે કામ શરૂ કર્યું છે. લોકો કોર્પોરેટ નોકરીઓ છોડીને સ્ટાર્ટઅપ્સમાં જોડાઈ રહ્યા છે. મોદી સરકારે એવો આધાર બનાવ્યો છે કે 2047માં દેશની આઝાદીનો 100મો પર્વ ઉજવાશે તો ગર્વ કરવા જેવી તમામ સિદ્ધિઓ આપણી પાસે હશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત વિશ્વ મંચ પર ઝડપથી પ્રગતિ કરતો દેશ બની ગયો છે. અવકાશમાં ઉપગ્રહો મોકલવાની સાથે 2023માં ગગનયાન મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. દેશનો દરિયાકિનારો 7000 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. દરિયામાં પણ એક યાન ઉતારવામાં આવ્યું છે. આ યાન દ્વારા માણસને સમુદ્રની અંદરની કિંમતી વસ્તુઓ શોધવા માટે મોકલવામાં આવશે.