Site icon Revoi.in

લોન લીધી ન હોવા છતા રિકવરી એજન્ટ કરી રહ્યા હતા પરેશાન, આ રીતે નાણામંત્રીએ ખુદ કરી પીડિતની મદદ

Social Share

લોન રિકવરીના એક મામલામાં લોન લીધી ન હોવા છતા પરેશાની ભોગવી રહેલા વ્યક્તિની વહારે ખુદ નાણામંત્રી નિર્મલા સીતારમણ આવ્યા.માધવ નામના એક સોશિયલ મીડિયા યુઝરે X પર શેર કર્યું કે તેને લોન રિકવરી એજન્ટ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યો છે. યુઝરે નાણા મંત્રાલય અને નાણા મંત્રી નિર્મલા સીતારમણના કાર્યાલયને પણ તેમની એક્સ પોસ્ટ સાથે ટેગ કર્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે યુઝરની ફરિયાદ પર સંજ્ઞાન લીધી અને નાણાંકીય સેવા વિભાગને તાત્કાલિક આ મામલાની સંપૂર્ણ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો.

આ મામલો ફાઇનાન્સની એક એપ સાથે સંબંધિત છે
યુઝરે પોતાની પોસ્ટમાં લખ્યું આ ફાઈનાન્સ એપ છે છે, જેના દ્વારા મને પરેશાન કરવામાં આવી રહ્યો છે, મેં તેમની પાસેથી કોઈ લોન લીધી નથી. તેમની પાસેથી કોઈ બીજાએ લોન લીધી છે અને મારો નંબર આપ્યો છે, તે પણ મારી જાણ વગર. મને મદદ કરો. મને સતત ફોન આવે છે અને ત્રાસ આપવામાં આવે છે. રિકવરી એજન્ટો અપમાનજનક ભાષામાં વાત કરી રહ્યા છે.

આ પોસ્ટની નોંધ લેતા, નાણામંત્રીએ ડીએફએસને તપાસ કરવા કહ્યું. ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસે, તે પોસ્ટનો જવાબ આપતાં કહ્યું કે તેમણે જે તે ફાઇનાન્સ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને તેને યોગ્ય પગલાં લેવા કહ્યું છે.. આ મામલો ટૂંક સમયમાં ઉકેલાય તેવી અપેક્ષા છે.

પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે વ્યક્તિએ તે ફાયનાન્સ પાસેથી કોઈ લોન લીધી ન હતી, પરંતુ તેમ છતાં રિકવરી એજન્ટો તેને બોલાવી રહ્યા હતા.

આ મુદ્દો લોકસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો
આ પહેલા પણ નાણામંત્રીએ રિકવરી એજન્ટોની ગતિવિધિઓ પર કડક વલણ અપનાવ્યું હતું. ગયા વર્ષે, લોકસભામાં આ મુદ્દા પર બોલતા, તેમણે તમામ સરકારી અને ખાનગી બેંકોને લોન વસૂલાતમાં કડક પગલાં લેવાનું ટાળવા કહ્યું હતું. તેમણે તે સમયે કહ્યું હતું કે તેમને બેંકો લોન વસૂલાતમાં અસંવેદનશીલ હોવાની ફરિયાદો મળી રહી છે. જે બાદ સરકારે RBI દ્વારા બેંકોને સૂચના આપી છે.