કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફોન પર જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસ તપાસ હાથ ધરાઈ
- કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી
- આ મામલે દિલ્હી પોલીસે તપાસ શરુ કરી
દિલ્હીઃ- દેશના નેતાઓ કે સ્ટાર્સને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી ભર્યા કોલ કે પત્ર મળતા હોય છે ત્યારે ફરી એક વખત કે કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નિતીન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના એહવાલ સામે આવ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ બાબતે સૂત્રોએ જણાવ્યું કે સોમવારે સાંજે નીતિન ગડકરીના દિલ્હી સ્થિત નિવાસસ્થાને ફોન કોલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.
ગઈકાલ સાંજે કોલ આવ્યા બાદ દિલ્હી પોલીસે અજાણ્યા વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. જો કે આ પ્રથમ વખત નથી કે તોને આ પ્રકારની ધનમકી મળી છે આ પહેલા 2 વખત આવી ધમકી મળી હતી આ ત્રીજી વખત છે જ્યારે તેમને જાનથી મારવાની ધમકી આપવામાં આની છે. નીતિન ગડકરીને ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે
જાણકારી અનુસાર આ પહેલા કેન્દ્રીય મંત્રીને જાન્યુઆરી અને માર્ચમાં નાગપુરમાં જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.માહિતી મળતાં જ દિલ્હી પોલીસે ફોન કોલની તપાસ શરૂ કરી દીધી છે. હાલમાં દિલ્હી પોલીસને ફોન કરનાર વિશે કોઈ માહિતી મળી નથી.પોલીસ આ બબાતે તપાસ કરી રહી છે.