પ.બંગાળના સિલીગુડીમાં ભાષણ આપતા વખતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત બગડી, હાલ સ્થિતી સારી
- કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીની તબિયત બગડી
- બંગાળના સિલીગુડીમાં ભઆષમ આપતા વખતે સુગર થયું લો
દિલ્હીઃ- કેન્દ્રિય પરિવહન મંત્રી નિતીન ગડકરીની તબિયતના સમાચાર વાયુવેગ પ્રસરી રહ્યા છે આજરોજ પશ્વિમ બંગાળના સિલિગુડીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા અહી ઊાષમ આપતા વખતે ગડકરીની તબિયત અચાનક બગડી ગઈ હતી. જો કે તાત્આકાલિક રોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેની તપાસ કરી હતી.
મંત્ગરી ડકરી સિલીગુડીના દાગાપુરમાં કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેમનું ભાષણ પૂરું થતાં જ તેઓ બીમાર થવા લાગ્યા અને તેમને સ્ટેજની બાજુના ગ્રીન રૂમમાં રાખવામાં આવ્યા. ત્યાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી સીએમઓએચ અને તેમની ટીમની હાજરીમાં ડોક્ટરોએ તેમની સારવાર કરી અને ઈસીજી ટેસ્ટ પણ કર્યો હતો.
તપાસ બાદલ ડોક્ટર્સ એ જણઆવ્યું કે તેઓનું સુગર લેવલ ઓછુ થી ગયું હતું તેથી તેમની તબિયત બગડી હતી જો કે હાલ તેમની સ્થિતિ સારી જોવા મળી છે હાલ તેઓ સ્થિર છે. તબિયત ખથરાબ થતાની સાથે જ તાત્કાલિક ઘોરણે તેમને સારવાર મળી હતી અને તરત તેઓને ડોક્ટર્સની નજર હેઠળ મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. તબીબોએ જણાવ્યું છે હાલ તેમની તબિયત સ્થિર છે.