Site icon Revoi.in

સરકારી અધિકારીઓ અને મંત્રી માટે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનું સુચન –  ઈલેક્ટ્રિક વાહનોનો કરવો જોઈએ ઉપયોગ

Social Share

દિલ્હી – સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ઉદ્ઘાટન વખતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ  ખાસ સૂચન કર્યું હતું, શુક્રવારના રોજ  મંત્રીએ  અનેક વિભાગોના અધિકારીઓ માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ફરજીયાત કરવા બાબતે સૂચનો આપ્યા હતા.આ બાબતે તેમણે વધુમાં કહ્યું કે,પરિવારોને રાંધણ ગેસ માટે સબસિડી આપવાને બદલે સરકારે ઇલેક્ટ્રિક રસોઈ ઉપકરણો ખરીદવા માટે  સહાય  પ્રદાન કરવી જોઈએ.

મંત્રી નિતીગ ગડકરીએ ઇલેક્ટ્રિક રાંઘણના ઉપકરણો પર સબસિડી આપવાના સૂચન  આપતા ‘ગો ઇલેક્ટ્રિક’ અભિયાન શરૂ કરવાના પ્રસંગે કરવામાં આવેલા કાર્યક્રમને સંબોધન કરતાં જણાવ્યું હતું  કે, આપણે ઇલેક્ટ્રિક રસોઈ ઉપકરણો માટે સબસિડી શા માટે આપતા નથી” જો કે  રાંધણ ગેસ પર સબસિડી પહેલેથી જ આપી રહ્યા છીએ.” આ સાથેજ વધુમાં જણઆવ્યુંવહતું કે,વીજળી સંચાલિત રસોઈની સિસ્ટમ સ્વચ્છ છે અને તેનાથી ગેસ માટેની આયાત પરની નિર્ભરતા ઘટી શકે છે.

આથી વિશેષ તેમણે જણાવ્યું હતું કે,માર્ગ પરિવહન મંત્રાલયે લિથિયમ આયન અને હાઇડ્રોજન સેલ જેવા વૈકલ્પિક ઇંધણના ઓપ્શન શોધવા માટે પણ પગલા ભર્યા છે. તેમણે કહ્યું કે એલ્યુમિનિયમ આયનો અને સ્ટીલ આયન બેટરી અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.

સાહિન-