- કોરોનાની વચ્ચે લમ્પી વાયરસનો કહેર
- કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ પોરબંદરની લીધી મુલાકાત
- લમ્પી વાયરસના આઇસોલેશન વોર્ડની મુલાકાત લેતા મંત્રી
- લમ્પી વાયરસની પરિસ્થિતિની મેળવી માહિતી
રાજકોટ :સોરાષ્ટ્રભરમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે.આ વાયરસના કારણે અનેક પશુઓના મોત થયા છે.ત્યારે હાલ સરકાર દ્વારા પશુઓને વેક્સિનેશન આપવાની કામગીરી ચાલી રહી છે.
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા આજે પોરબંદરની મુલાકાતે છે ત્યારે તેઓએ પોરબંદરમાં લમ્પી વાયરસના આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી.
પોરબંદરના જીઆઈડીસી ખાતે આવેલ આઇસોલેશન વોર્ડની મુલાકાત લઇ જિલ્લામાં લમ્પી વાયરસની પરિસ્થિતિની માહિતી મેળવી હતી.લમ્પી વાયરસ માટે કામગીરી કરી રહેલ તમામ અધિકારીઓ તેમજ સામાજિક સંસ્થાના કાર્યકરોની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે લમ્પી વાયરસ માટે સતત સેવાકીય કામગીરી કરતા લોકોનુ કેન્દ્રીય મંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.