1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બે દિવસની પાટણ જિલ્લાની મુલાકાત લેશે
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બે દિવસની પાટણ જિલ્લાની મુલાકાત લેશે

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બે દિવસની પાટણ જિલ્લાની મુલાકાત લેશે

0
Social Share

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ રવિવારે બે દિવસની ગુજરાતના પાટણ જિલ્લાની મુલાકાત લેશે. બે દિવસના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રી પાટણના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે, તેમજ જિલ્લામાં સરકારી યોજનાઓનો કેટલો લાભ સ્થાનિક લોકો સુધી પોંહચ્યો છે તેની વિગતો જિલ્લાના સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવશે.

કેન્દ્રના કેબિનેટ મંત્રી પિયુષ ગોયલ બીજા દિવસે સવારે રાણકી વાવની મુલાકાત લેશે. જે બાદ પાટણની ઓળખ એવા પટોળા હાઉસની મુલાકાતે જશે. પટોળા હાઉસની મુલાકાત બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ કાલિકા માતાના પૌરાણિક મંદિરે દર્શન કરી પાટણ તાલુકાના ભદ્રાડા ગામે જવા રવાના થશે.

જ્યાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કરશે. જે બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે સંબોધિત કર્યા બાદ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી સરકારી યોજનાઓના લાભ થકી તેમનાં જીવનમાં આવેલા પરિવર્તન વિષે વિગતો મેળવશે.

લાભાર્થીઓના સંવાદ બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ જિલ્લા કલેકટર ઓફિસે જિલ્લાના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજશે. જેમાં જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લાની વિકાસ સંબંધિત માહિતીથી કેન્દ્રીય મંત્રીને અવગત કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code