Site icon Revoi.in

કેન્દ્રીય મંત્રી સિંધિયા રોમાનિયા પહોંચ્યા, ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો

Social Share

નવી દિલ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં મોટી સંખ્યામાં યુક્રેનના પડોશી દેશોમાં પહોંચી રહેલા ભારતીયોને પરત લાવવા માટે એરફોર્સની પણ મદદ લેવામાં આવી છે. દરમિયાન ચાર કેન્દ્રીય મંત્રીઓ ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે યુક્રેનના પડોશી દેશ મોકલવામાં આવ્યાં છે. દરમિયાન કેન્દ્રી મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિય પહોંચ્યાં હતા. જ્યાં તેમણે અહીં આશરો લઈ રહેલા વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકો સાથે ચર્ચા કરી હતી. તેમજ તેમને વિશ્વાસ આપ્યો હતો કે તમામ ભારતીય નાગરિકો પરત નહીં જાય ત્યાં સુધી હું અહીં જ છું.

સુત્રોના જણાવ્યા અનુસાર રોમાનિયા પહોંચેલા કેન્દ્રીય મંત્રી સિંધિયાએ ભારતીય વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમજ તેમની સમસ્યાઓ સાંભળી હતી. દરમિયાન બિહારની વિશાખા નામની વિદ્યાર્થિનીએ તેમને કહ્યું હતું કે, મારો ભાઈ યુક્રેનના ખારકીવમાં ફસાયેલો છે. યુક્રેન ઉપર થયેલા હુમલામાં ભારતનું સ્ટેન્ડ ન્યૂટ્રલ રહ્યું છે. તે સમયે કેન્દ્રીય મંત્રીએ ભારતીય દીકરીને અટકાવી હતી અને કહ્યું હતું કે, તમે રાજનીતિમાં ના પડો, આપ તમામને સહીસલામત ભારત મોકલવાની જવાબદારી લીધી છે મને વડાપ્રધાન નરેન્દ્ર મોદે તમારી પાસે મોકલ્યો છે યુક્રેનમાં લગભગ 19 હજાર ભારતીય નાગરિકો હતો જેમાંથી 10 હજાર નાગરિકો બહાર નીકળી ગયા છે અને નવ હજાર ભારતીય નાગરિકો છે તેમને પરત લાવવામાં આવવામાં આવશે. આપ તમામને પરત ભારત લઈ જવામાં આવશે.

આ ઉપરાંત મહારાષ્ટ્રની એક વિદ્યાર્થિની સાથે કેન્દ્રીય મંત્રીએ મરાઠીમાં વાતચીત કરી હતી. તેમજ કહ્યું હતું કે, જ્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને પરત નહીં મોકલું ત્યાં સુધી અહીં જ તમારી સાથે છું. કેન્દ્રીય મંત્રીએ ભારતીય નાગરિકોને મળીને તેમની સમસ્યાઓ જાણી હતી. યુક્રેનમાં રશિયાના હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થતા અન્ય વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો છે. કેન્દ્રીય મંત્રીએ ભારતીય વિદ્યાર્થીના અવસાન અંગે દુઃખ વ્યક્ત કરીને તમામ વિદ્યાર્થીઓને સાથે રહેવાની હિંમત આપી હતી.