Site icon Revoi.in

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને  ગેસ પાઈપ લાઈન સહીત દિલ્હી-કટરા એક્સપ્રેસવેની મળી ભેટ 

Social Share

દિલ્હીઃ-કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના બજેટમાં ગેસ પાઇપલાઇન યોજના ભેટ આપવામાં આવી છે. આ સાથે, રાજ્ય માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ, દિલ્હી-કટરા એક્સપ્રેસવેનું કામ પણ વર્ષ 2021-22માં શરૂ કરવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ શરૂ થતા  લોકોને ઘરે ઘરે ગેસ કનેક્શન જોવા મળશે.

કેન્દ્રીય બજેટમાં આ ઉપરાંત  ચાલુ નાણાકીય વર્ષની તર્જ પર રાજ્ય માટે 30757 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી છે. સંરક્ષણ અને વીજ ક્ષેત્ર માટે બજેટમાં બે હજાર કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે.

ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ 2008 માં બથિંડાથી જમ્મુ થઈને શ્રીનગર સુધી વર્ષ 208મા તૈયારી કરવામાં આવી હતી, 7 જુલાઈ, 2011 ના રોજ, પેટ્રોલિયમ અને ગેસ રેગ્યુલેટરી બોર્ડે ગુજરાત સ્થિત એક કંપનીને તેનું કામ શરૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ જમીન સંપાદનમાં મુશ્કેલી હોવાને કારણે કાર્ય અટકી ગયુ હતું. ભાજપ-પીડીપી શાસન દરમિયાન, આ પ્રોજેક્ટને ફરીથી પ્રારંભ કરવાની કવાયત શરૂ કરાઈ છે, પરંતુ તે શરૂ કરી શકી નહીં.

855 કરોડના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટ અંતર્ગત, ગેસ પાઇપલાઇન બથિંડાથી શરૂ થવાની હતી અને શ્રીનગરમાં કથુઆ, સામ્બા, જમ્મુ, ઉધમપુર, રામબન, અનંતનાગ અને પુલવામા જિલ્લાઓ થઈને રાજ્યમાં  2014 માં ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ થવાની હતી. બાદમાં રાજ્યપાલ સત્યપાલ મલિકની અધ્યક્ષતા હેઠળની 2018 રાજ્ય વહીવટી પરિષદની બેઠકમાં, પ્રોજેક્ટના કાર્યકાળની અવધિ બે વર્ષ વધારવામાં આવી હતી.

આ સાથએ જ 634 કિલોમીટરના દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વેની જાહેરાત થઈ ચૂકી છે. આ વખતે બજેટમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં 35 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. આ પ્રોજેક્ટ બે વર્ષમાં શરૂ કરવાની યોજના છે. સાત કલાકમાં એક્સપ્રેસ વે દ્વારા દિલ્હીથી કટરા પહોંચી શકાશે. આ પ્રોજેક્ટના સર્વેની સાથે સાથે જમીન સંપાદન પણ શરૂ કરાયું છે.

સાહિન-