મુંબઈઃ ભારતમાં કોરોના મહામારી વચ્ચે રામ નવમીના પવિત્ર તહેવારની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને પગલે વિવિધ ધાર્મિક કાર્યકરો દર કરવામાં આવ્યાં હતા. કર્ણાટકના બેંગ્લુરૂમાં ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણજી અને હનુમાનજીનો વેશધારણ કરીને 3 યુવાનો વિવિધ વિસ્તારમાં ફર્યા હતા. હાથમાં ધનુષ, માથા પર મુગટ અને મોઢા પર માસ્ક પહેરીને નીકળેલા ત્રણેય યુવાનો રસ્તાથી લઈને બસ સ્ટોપ અને દુકાનોમાં ફર્યા હતા અને માસ્ક અને સામાજીક અંતર વિશે લોકોને જાગૃત કર્યા હતા. તેમજ માસ્ક વિના ફરતા લોકોને માસ્ક પહેરાવીને માસ્ક પહેરવા વિનંતી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રામનવમી નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓ અને આગેવાનોએ શુભકામના પાઠવી હતી. તેમજ કોરોના મહામારીમાંથી ભારત ઝડપથી બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત વિવિધ રામજી મંદિરમાં ભક્તો વિના રામનવમીની ઉજવણી કરાવામાં આવી હતી.
દરમિયાન બેંગલુરૂની એક હોટેલમાં કામ કરતા અભિષેક, નવીન અને બાશા નામના યુવાનોએ રામનવમીના દિવસે લોકોને જાગૃત કરવા અનોખો પ્રયાસ કર્યો હતો.. ત્રણેય મિત્રો ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને હનુમાનજીનો વેશ ધરીને લોકો વચ્ચે નીકળી પડ્યા હતા. તેમણે માસ્કનો જથ્થો પણ પોતાના સાથે રાખ્યો હતો અને માસ્ક વગર નીકળ્યા હોય તે લોકોને માસ્ક પહેરાવ્યા હતા. તેમજ માસ્ક પહેલા અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા માટે અપીલ કરી હતી. ત્રણેય યુવાનોએ માસ્કનું વિચરણ કર્યું હતું. આ યુવાનોના સમાજસેવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લોકો પસંદ કરી રહ્યાં છે.