- ચોરીની અનોખી ઘટના – મહારાષ્ટ્રમાં એટીએમમાં બ્લાસ્ટ કરી ૧6 લાખ ચોર ઉઠાવી ગય
આમતો આપણે ચોરીની ઘણી ઘટનાઓ સાંભળી છે જેમાં એટીએમ માંથી પણ ચોરી થઈ હોઈ આવી અનેક ઘટના બની છે પરંતુ મહારાષ્ટ્રના પુણેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ચોરોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ચોરી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ચોરી કરવા માટે ચોરોએ વિસ્ફોટકોનો ઉપયોગ કરીને એટીએમને બ્લાસ્ટ કરી ઉડાવી દીધું .જેથી એટીએમના દરેક સ્પરપાર્ટ્સ ઉડી ગયા. આ પછી ચોરો એટીએમમાંથી લગભગ 16 લાખ રૂપિયા લઇને ફરાર થઈ ગયા
આ ઘટના મહારાષ્ટ્રના પુણેના ચિમ્બાલી વિસ્તારની છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ રવિવારની વહેલી સવારે આ ઘટના બની. ચોરોએ એક પ્લાન બનાવ્યો અને તેને અંજામ આપ્યો. તે સમયે વિસ્તાર નિર્જન હતો અને તે જ સમયે કેટલાક ચોર લોકો એટીએમ પાસે પહોંચી ગયા હતા. જેમણે જીલેટીનની લાકડીઓની મદદથી ખાનગી બેંકના એટીએમમાં વિસ્ફોટ કર્યો હતો
- પિંપરી-ચિંચવાડ પોલીસના ડીસીપી એ આ સમગ્ર મામલે મીડિયાને જણાવ્યું કે ચોરોએ પહેલા વિસ્ફોટકોનો ઉપયોગ કરીને બેંકનું એટીએમ તોડ્યું અને પછી પુણે શહેરની નજીક સ્થિત આલંદી પાસે આ એટીએમ ને લઇ ગયા જ્યાં તેમણે એટીએમ માં થી પૈસા કાઢ્યા. અધિકારીઓમાં કેહવા પ્રમાણે લગભગ ચોર 16 લાખ રૂપિયા લઈને ભાગી ગયા હતા. In
હવે આ ઘટના અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં એટીએમ નાં વિસ્ફોટ નાં ફોટો વાઇરલ થયા છે…પોલીસ સીસીટીવી ની ફૂટેજની તપાસ કરી ચોરોને પકડવાના પ્રયાસ કરી રહી છે.