પાન-મસાલા-ગુટખા ખાતા લોકો માટે ભારતીય રેલ્વેનું અનોખું અભિયાનઃ હવે થૂંકવા માટે મળશે ‘પોકેટ પિકદાની’ ,આ પહેલથી જાહેર સ્થળો એ ગંદકી થતા અટકશે
- રેલ્વે વિભાગની અનોખી પહેલ
- પાન-મસાલા થૂંકવા માટે બનાવશે પોકેટ પિકદાની
દિલ્હીઃ-દેશભરમાં જાહેર સ્થળો પર પાન મસાલાના ડાઘ જોવા મળે છે,ખાસ કરીને જાહેર સ્થળો પર પાન-મલસાલા ખાઈને પીચકારીઓ મારવામાં આવતી હોય છે પરિણામે ગંદકી થાય છે, અનેક નિયમો બનાવ્યા હોવા છત્તા પાન મસાલાનો શોખિનો તેમના શોખને કારણે જાહેર સંપત્તિન્ ખરાબ કરીને બીજાને હાનિ પહોંચાડી રહ્યા છે,ત્યારે હવે રેલવે સ્ટેશનો પર થૂંકીને ગંદકી ફેલાવનારાઓ પર દંડ લાદવાના નિયમો પણ કામ કરી રહ્યા નથીજેને લઈને હવે કંઈક નવો વિચાર અમલમાં લાવવામાં આવ્યો છે.
જાહેર સ્થળોએ થૂંકનારાઓના વર્તનમાં કોઈ ફેરફાર થયો નથી. આને જોતા, રેલ્વે થૂંકનારાઓ માટે વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવા જઈ રહ્યું છે, જ્યાંથી મુસાફરો 5 થી 10 રૂપિયામાં સ્પિટૂન પાઉચ ખરીદી શકશે અને ગુટકા, પાન, તમાકુ વગેરેનું સેવન કર્યા પછી તેના થૂંકને આ પાઉચમાં થૂંકશે જેથી બહાર ગંદકી ફેલાતી અટકાવી શકાશે. ખાસ વાત એ છે કે આ થૂંકને ખિસ્સામાં પણ રાખી શકાય છે.જી હા તમને આ વાત સાંભળીને જરા અજૂગતું ચોક્કસ લાગશે પરંતુ આ સત્ય છે,આ માટે એક સ્ટાર્ટઅપ કંપની આ યોજનાને આકાર આપશે.આ પોક્ટ પિકદાનીમાં થૂંકીને તે ખિસ્સામાં પણ રાખી શકાશે.
જાહેર સ્થળોની પાન મસાલાની ગંદકી દૂર કરવા હજારો લીટર પાણી વપરાય છે
રેલ્વે વિભાગના કર્મીઓ જાહેર સ્થળોએથી પાન મસાલા પિચકારીના ડાઘના નિશાન દૂર કરીને થાકી જાય છે. એક અંદાજ મુજબ, વાર્ષિક રૂ. 1 હજાર 200 કરોડ આ સફાઈ પાછળ ખર્ચવા પડે છે. એટલું જ નહીં, આ સફાઈ કરવા માટે મોટા પ્રમાણમાં પાણીનો પણ ઉપયોગ કરવો પડે છે. મુસાફરોને રેલ્વે પરિસરમાં થૂંકતા અટકાવવા માટે 42 સ્ટેશનો પર વેન્ડિંગ મશીનો લગાવવામાં આવી રહ્યા છે. પશ્ચિમ, ઉત્તર અને મધ્ય રેલવેએ ઇઝી-સ્પિટ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે.
પિકદાનના આ પાઉચનો નિકાલ ખાતર તરીકે કરવામાં આવશે
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર લાળમાં હાજર બેક્ટેરિયા અને વાયરસ આ પાઉચમાં બંધ થઈ જશે. તેને બાયોડિગ્રેડેબલ બનાવવામાં આવ્યું છે, જેથી તેને સરળતાથી નાશ કરી શકાય. તે ગળફાને પણ શોષી લેશે. પોકેટ પાઉચ ઉપરાંત, તે મોબાઇલ કન્ટેનરના સ્વરુપમાં પણ ઉપલબ્ધ થશે.જ્યારે આ પાઉચ માટીમાં એટલે કે જમીનમાં નાખવામાં આવશે, ત્યારે તે છોડના વિકાસમાં પણ મદદ કરશે. નિષ્ણાતોનું કહેવું છે કે તે ખાતર તરીકે કામ કરશે, જેનાથી છોડને ફાયદો થશે.