Site icon Revoi.in

મેટ્રો કર્મીનો દરેક મેટ્રો સ્ટેશનો પર સૌથી ઝડપી યાત્રા કરવાનો અનોખો  રેકોર્ડ, ગિનીઝ બૂકમાં નોંધાયું નામ

Social Share

નવી દિલ્હી: દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દરરોજ નવા રેકોર્ડ  સ્થાપિત કરતા રહે છે. આ વખતે દિલ્હી મેટ્રોના એક કર્મચારીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે મેટ્રોના તમામ સ્ટેશનો પર સૌથી ઓછા સમયમાં મુસાફરી કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

દિલ્હી મેટ્રો વતી આ વખતે દાવો કરતા જણાવવામાં આવ્યું કે આ સિદ્ધિ બાદ તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. મેટ્રોએ આ અંગે ટ્વિટર પર એક પોસ્ટમાં કર્મચારીનો ફોટો પણ શેર કર્યો છે.ડીએમઆરસી દ્વારા શેર કરવામાં આવેલ આ ફોટોમાં તે મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભો જોવા મળી રહ્યો છે અને તેના હાથમાં પ્રશસ્તિપત્ર છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ડીએમઆરસીના કર્મચારી પ્રફુલ સિંહે મેટ્રોના તમામ સ્ટેશનો પર સૌથી ઝડપી મુસાફરી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે, જેના માટે તેમને ગિનિસ બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે.

પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે DMRC કર્મચારી પ્રફુલ સિંહે તમામ મેટ્રો સ્ટેશનો પર સૌથી ઝડપી મુસાફરી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે, જેના માટે તેમને ગિનિસ બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેણે 254 સ્ટેશનો પર માત્ર 16 કલાક 2 મિનિટમાં 348 કિલોમીટરનું અંતર કાપ્યું.

પ્રફુલ સિંહે 3 મિનિટમાં સરેરાશ 2 કિલોમીટરની મુસાફરી કરીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ દરમિયાન તેઓએ ઘણા મેટ્રો સ્ટેશનો પર ઈન્ટરચેન્જ કર્યું. આ માટે તેણે સીડી અને એસ્કેલેટરની મદદ પણ લીધી.