- મધ્યપ્રદેશમાં ચા ની અનોખી દુકાન
- ચા ની સાથે લોકો કપ પણ ખાઈ છે
- વેફર બિસ્કિટથી બનેલ છે આ કપ
ભારતમાં ખાણી-પીણીમાં જો સૌથી વધુ પ્રખ્યાત વસ્તુ છે તો તે છે ચા.આના વિના ઘણા લોકોનો દિવસ ભારે મુશ્કેલીમાં પસાર થાય છે. ઘણા લોકો એવા હોય છે જેમને સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ ચાની જરૂર પડે છે. જો કે, લોકો સામાન્ય રીતે કપ અથવા ગ્લાસમાં ચા પીવે છે અને કેટલીક જગ્યાએ ચા કુલ્હડમાં પણ જોવા મળે છે અને ચા પીધા પછી લોકો તે કુલ્હડને ફેંકી દે છે. પરંતુ આજે અમે તમને એક એવી દુકાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં લોકો ચા
આ અનોખી ચાની દુકાન મધ્યપ્રદેશના શહડોલમાં આવેલી છે. અહીં જિલ્લા મુખ્યાલય પાસે એક ચાની દુકાન છે, જેનું નામ ‘અલ્હદ કુલ્હડ’ છે. આ દુકાનની સૌથી મોટી ખાસિયત એ છે કે,અહીં ચા પીધા પછી લોકો આનંદથી કપ પણ ખાય છે.
આ અનોખી દુકાન એક સ્ટાર્ટઅપ જેવી છે, જેને બે મિત્રોએ મળીને શરૂ કરી છે.જેનું નામ રિંકુ અરોરા અને પીયૂષ કુશવાહા છે. તેણે પોતાના સ્ટાર્ટઅપનું સ્લોગન આપ્યું છે ‘ચા પીઓ, કપ ખાય જાવ’.
અહીં એક કપ ચાની કિંમત 20 રૂપિયા છે. ખાસ વાત એ છે કે,અહીં ગ્રાહકોને જે કપમાં ચા આપવામાં આવે છે તે વેફર બિસ્કિટથી બનેલ છે.એટલા માટે લોકો ચા પીધા પછી બિસ્કીટના કપ ખાય છે.
ચાની સાથે કપ ખાવાનો આ કોન્સેપ્ટ પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આની સૌથી સારી વાત એ છે કે ન તો કપ કે ગ્લાસ ધોવાની ઝંઝટ છે અને ન તો કપ પ્લાસ્ટિકનો હોય છે, જે કચરો હોવાની શક્યતા છે.