Site icon Revoi.in

અનોખા લગ્નઃ ઉત્તરપ્રદેશમાં પરંપરાગત રીતે બળદ ગાડામાં નીકળી જાન

Social Share

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં લગ્નમાં જાન સુંદર રીતે સજાવેલી લક્ઝુરિયસમાં નીકળે છે. પરંતુ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના રામપુર કારખાના બ્લોકમાં કુશહરી ગામથી એક જાન નીકળી હતી. જેને જોઈને લોકો ચોંકી ઉઠ્યાં હતા. વરરાજા ભારતીય પરંપરાઓને જીવીત રાખવા અને પર્યાવરણના રક્ષણ માટે બળદ ગાડામાં જાન લઈને લગ્ન કરવા માટે કન્યાના ઘરે પહોંચ્યો હતો.

નાનપણમાં અનેક લોકોના મોઢે સાંભળ્યું હશે કે, દાદા-નાના ના લગ્નમાં જાન બળદ ગાડામાં નીકળી હતી અને સાસરી પહોંચવા માટે કેટલાક દિવસનો પ્રવાસ કરવો પડ્યો હતો. જો કે, હાલના આધુનિક જમાનમાં કોઈ જાન બદળ ગાડામાં લઈને જવાની વાત કરે તો કોઈ માનવા તૈયાર ના થાય

કુશહરીના છોટેલાલ પાલ ડોલી અને બળદ ગાડાને આકર્ષક રીતે સજાવીને લગ્ન કરવા નીકળ્યાં હતા. જાન કુશહરીથી 32 કિમી દૂર પકડી બજાર નજીક બરડિહા દલ ગામ પહોંચી હતી. જ્યાં રમાનંદ પાલની દીકરી સરિતા સાથે લગ્ન યોજાવાના હતી. બદળ ગાડામાં નીકળેલી જાનને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. એટલું જ નહીં લોકોએ મોબાઈલની મદદથી જાનના ફોટો અને વીડિયો પણ ઉતાર્યાં હતા.

વર્ષો બાદ જૂની પરંપરા અનુસાર જાન ચર્ચાનો વિષય બની છે. જાન રસ્તામાં આવતા ગામમાંથી પસાર થતી ત્યારે લોકો નીહાળવા માટે ઘરની બહાર નીકળતા હતા.

છોટેલાલે જણાવ્યું હતું કે, માતા કોઈલી દેવીનું વર્ષ 1998માં અવસાન થયું હતું. જ્યારે પિતાની છત્રછાયા 2006માં ગુમાવી હતી. 1999માં હાઈસ્કૂલની પરીક્ષામાં નાપાસ થતા 2002માં મુંબઈ ચાલ્યો ગયો હતો. જ્યાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આર્ટનું કામ કરું છે. પ્રદુષણની જનજીવન ભારે અસર પડી રહી છે. પ્રદુષણને લઈને હવે લોકો જાગૃત બન્યાં છે. એટલા માટે મે જૂની પરંપરાને જીવીત રાખવાનો પ્રયાસ કર્યો છે. જેથી પ્રદુષણ બચવાની સાથે ઈંધણ બચશે તેમજ લગ્નમાં ખોટો ખર્ચ ઉપર કાપ મુકવાની પ્રેરણા મળશે. બદળ ગાડામાં જાન લઈને જવાનો પરિવારજનો સમક્ષ પ્રસ્તાવ મુક્યો ત્યારે તેમને મને સાથ આપ્યો હતો. તેમજ કન્યાપક્ષે પણ મદદ કરી છે.