અનોખા લગ્નઃ નવદંપતિને મહેમાનોએ ભેટમાં આપ્યા લીંબુ
અમદાવાદઃ ઉનાળાના આરંભ સાથે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. લીંબુનો ભાવ આસમાને પહોંચ્યો છે લીંબુનો ભાવ રૂ. 400 પ્રતિકિલો હોવાનું જાણવા મળે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સાથે જીનવજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. દરમિયાન રાજકોટમાં એક અનોખો લગ્નપ્રસંગ યોજાયો હતો અને આ લગ્નપ્રસંગમાં મહેમાનોએ આપેલી ગીફ્ટથી નવદંપતિ અને અન્ય મહેમાનો પણ ચોંકી ઉઠ્યાં હતા. મહેમાનોએ લીંબુના ભાવના વધારા વચ્ચે મહેમાનોએ દંપતિને લીંબુ ગીફ્ટ આપ્યા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટના ધોરાજીના એક લગ્નપ્રસંગ્ર યોજાયો હતો. ધોરાજીના હિરપરા વિસ્તારમાં રહેતા મોણપરા પરિવારના દિકરાના લગ્નપ્રસંગ યોજાયા હતા. દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ વિવિધ ગીફ્ટ આપી હતી. દરમિયાન કેટલાક મહેમાનોએ લીંબૂના ભાવ વધારાને વચ્ચે લીંબુ ગીફ્ટમાં આપ્યાં હતા. મહેમાનોએ છાબડીમાં મીઠાઈની જગ્યાએ લીંબુ આપવામાં આવ્યાં હતા. જેથી અન્ય મહેમાનો પણ ચોંકી ઉઠ્યા હતા.