Site icon Revoi.in

કેવડિયા ખાતે કાલથી બે દિવસ એકતા દિનની ઊજવણી કરાશે

Social Share

અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર કેવડીયા ખાતે સરદાર પટેલની જન્મ જ્યંતિ પ્રસંગે કાલે તા.30મીથી બે દિવસ એટલે કે તા.31મી સુધી રાષ્ટ્રીય એકતા દિનની ભવ્ય ઊજવણી કરવામાં આવશે. હાલ રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ખાસ રાષ્ટ્રીય એક્તા પરેડ સૌથી મોટું આકર્ષણ બની રહેશે. રાષ્ટ્રીય એકતા પરેડમાં દેશના NSG કમન્ડો, CHETAK કમાંડો, આર્મી, બી.એસ એફ, એરફોર્સ, સહિત CISF, SRP,  NCCના કેડેટ સહિત સુરક્ષા ફોર્સ પોતાના વિવિધ કરતબો રજૂ કરશે.જે અંગેની હાલ પ્રેક્ટિસ ચાલી રહી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સવારથી સાંજ સુધી એકતા પરેડ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ ચાલી રહી છે. કાલે 30મીથી યોજાનારા બે દિવસીય કાર્યક્રમમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. કાલે તા. 30 તારીખે નરેન્દ્ર મોદી 1 વાગે કેવડિયા હેલિપેડ ખાતે આગમન કરશે ત્યાર બાદ અનેક નવા પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 30મી તારીખે સાંજે નર્મદા આરતીમાં વડાપ્રધાન ભાગ લેશે. જ્યાં દિવાળી હોઈ એટલે દીપોસત્વ મનાવશે. જેમાં ખાસ 1.50 લાખ દીવડા સળગાવી માં નર્મદાની આરતી થશે અને બીજા દિવસે 31 ઓકટોમ્બરના રોજ સવારે 8 વાગે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પઆંજલી અર્પણ કરશે અને 9 વાગે પરેડ ગ્રાઉન્ડ ખાતે આવશે.

કેવડિયામાં  એકતા નગર કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ખાસ રાષ્ટ્રીય એક્તા પરેડ સૌથી મોટું આકર્ષણ છે. કેમકે આ રાષ્ટ્રીય એકતા પરેડમાં બીએસએફ,એન એસ જી કમાન્ડો,સી આર પી એફ CHETAK કમાંડો, એરફોર્સ, NCC ના કેડેટ સહિત સુરક્ષા ફોર્સ પોતાના વિવિધ કરતબો રજૂ કરશે. જે અંગેની પ્રેક્ટિસ ચાલી રહી છે. સવાર થી સાંજ સુધી એકતા પરેડ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ ચાલી રહી છે. રાષ્ટ્રીય એકતા પરેડની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેનું પણ હાલમાં રિહર્સલ ચાલી રહ્યું છે PM નરેન્દ્ર મોદી 30 અને 31 તારીખે કેવડિયાની મુલાકાતે આવશે..