અમદાવાદઃ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક એરપોર્ટ પર પેસેન્જરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા એરપોર્ટ પર આવતા તમામ વાહનોનું રજીસ્ટ્રેશન કરાઇ રહ્યું છે. જેના ભાગરૂપે 25 ફેબ્રુઆરીથી એરપોર્ટ વિસ્તારમાં રજિસ્ટ્રેશન વગરની કે અનધિકૃત રિક્ષાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. જેના પગલે રજીસ્ટ્રેશન નહીં કરાવનારા રિક્ષા ચાલકો એરપોર્ટ પરથી પેસેન્જરોને રિક્ષામાં બેસાડી નહીં શકે રજિસ્ટ્રેશન વગરની કે અનધિકૃત રિક્ષાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. રજિસ્ટ્રેશન વગરની કે અનધિકૃત રિક્ષાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. જોકે રિક્ષાચાલકો પેસેન્જરોને ઉતારવા માટે ટર્મિનલ સુધી આવી શકશે. પરંતુ બીજા પેસેન્જરોને બેસાડીને એરપોર્ટની બહાર જઈ શકશે નહી. બહારગામથી આવતા પેસેન્જરોની સુવિધા અને સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક એરપોર્ટ પર આવતા પેસેન્જર વાહનો માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યુ છે. સાથે જ રજિસ્ટ્રેશન વગરની કે અનધિકૃત રિક્ષાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. એરપોર્ટ વિસ્તારમાં ટ્રાફિક મેનેજમેન્ટની જવાબદારી અન્ય કંપનીને સોંપાતા એરપોર્ટ પર પ્રિપેઈડ ટેક્સીની સાથે પ્રિપેઈડ રિક્ષા તેમજ પાર્કિંગ વ્યવસ્થાનું સંચાલન આ કંપની કરી રહી છે. ખાનગી કંપની એરપોર્ટ પર પેસેન્જર સર્વિસ પૂરી પાડતા વાહનો અને તેના માલિકનું રજિસ્ટ્રેશન કરી રહી છે. જેમાં રિક્ષાની આરસી બુક, ફિટનેસ ટેક્સ પરમિટ, ચાલકનું ડ્રાઈવિંગ લાઇસન્સ, પોલીસ વેરિફિકેશન અને વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વેક્સિનના બંને ડોઝનું પ્રમાણપત્ર ચેક કરી વાહનોનું રજિસ્ટ્રેશન કરી રહી છે. જોકે કેટલાક રિક્ષાચાલકોએ એરપોર્ટના નવા નિયમોનો વિરોધ કર્યો છે.