- સેનાના જવાનો એ એક ઘૂસણખોરને ઠાર માર્યો
- આ વ્યકર્તિ અરનિયા સેક્ટરમાં ધૂસણખોરીનો કરી રહ્યો હતો પ્રયત્ન
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં અવાર નવાર આતંકીઓ શાંતિ ભંગ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, આ સાથે જ કેટલાક ઘૂસણખોરો પણ અહીના વિસ્તારમાં પ્રવેશવાના પ્તય્નોમાં રહેતા હોય છે, ત્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ એ જમ્મુ વિભાગના અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેનાના જવાનોએ એક ઘુસણખોરને ઠાર કરવામાં સફળતા મેળવી છે. છેલ્લા ત્રણ દિવસમાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનું આ બીજું ષડયંત્ર જોવા મળ્યું છે. આ પહેલા આતંકીએ કાશ્મીર વિભાગના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેને સેનાના જવાનોએ ઠાર માર્યો હતો.
શનિવારના રોજ કુપવાડાના કેરન સેક્ટરમાં, સેનાએ પાકિસ્તાની સેનાની બોર્ડર એક્શન ટીમ પર હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવતા આતંકવાદીને અથડામણમાં ઠાર માર્યો હતો. માર્યો ગયો આતંકવાદી પાકિસ્તાનનો રહેવાસી હતો. તેની ઓળખ મોહમ્મદ શબ્બીર તરીકે થઈ હતી. સેનાને હોટલાઇન પર પાકિસ્તાની સેનાનો સંપર્ક કરીને માર્યા ગયેલા આતંકવાદીનો મૃતદેહ પરત લેવા માટે કહેવામાં આવ્યું છે. તેની પાસેથી એક એકે 47 રાઈફલ, સાત ગ્રેનેડ અને અન્ય હથિયારો મળી આવ્યા હતા.
જો કે હાલ જમ્મુ કાશ્મીરનું હવામાન વધારેપડતું ખરાબ હોવાને કારણે સર્ચ ઓપરેશન અટકાવી દેવામાં આવ્યું છે. રવિવારે, સેનાના વજ્ર દળના મેજર જનરલ અભિજિત પેંઢારકરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે શનિવારે નિયંત્રણ રેખાપર બંને સેનાઓ વચ્ચે લાગુ કરાયેલા યુદ્ધવિરામ કરારનું સંપૂર્ણ ઉલ્લંઘન કરીને કેરનમાં BAT સેક્ટરની બોર્ડર એક્શન ટીમ વતી કાર્યવાહી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાંજના ત્રણ વાગ્યે, પાકિસ્તાની બાજુએ શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી, જે પછી સૈનિકોની ઝડપી કાર્યવાહીએ ચાર વાગ્યે પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો, ઘૂસણખોરી કરી રહેલા વ્યકર્તિને ત્યાને ત્યા જ ઠાર કરવામાં આવ્યો હતો.