- જીમેલ પર ઓટોમેટિક Delete થઈ જશે બિનજરૂરી Mails
- સ્ટોરેજ ના ભરાય તે માટે અપનાવો આ ટ્રીક
- ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય,અહીં જાણો
મોટાભાગના લોકો googal ની મેલ એપ જીમેલનો ખૂબ જ ઉપયોગ કરતા હોય છે.વધારે પડતા મેઈલને કારણે મહત્વનો મેલ મળવો મુશ્કેલ બની જાય છે.ત્યારે અમે તમને જણાવીશું એવી એક ટ્રિક વિશે જેનાથી બિનજરૂરી મેલ આપમેળે ડીલીટ થઇ જશે અને કામનો મેલ ફટાફટ મળી જશે.
બિનજરૂરી મેઇલ્સને આપમેળે કાઢી નાખવા માટે Gmail તમને એક ખાસ ફિચર આપે છે,જેનું નામ છે ‘ફિલ્ટર્સ ફોર ઓટો-ડિલીટ'(Filters For Auto-Deletion).તો ચાલો જાણીએ આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.
સૌથી પહેલા તમારું જીમેલ એકાઉન્ટ ઓપન કરો.
હવે સર્ચ બારમાં તમને ‘ફિલ્ટર’ વિકલ્પ દેખાશે. એવું પણ બની શકે છે કે તમને સર્ચ બારમાં ‘ફિલ્ટર’નો વિકલ્પ ન દેખાય. જો આવું થાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.
આ કિસ્સામાં,તમને આ વિકલ્પ સેટિંગ્સમાં, ‘ફિલ્ટર્સ અને બ્લોક્ડ અડ્રેસેઝ’નું ટેબ મળશે, જેમાં તમારે ફક્ત ‘ ક્રિએટ ફિલ્ટર’ પર ક્લિક કરવાનું રહેશે.
‘ફિલ્ટર’ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમે જોશો કે ટોચ પર ‘ફ્રોમ’ લખેલું હશે.તમે જે ઈમેલ ડિલીટ કરવા માંગો છો તેનું નામ અથવા ઈમેલ એડ્રેસ ખાલી ટાઈપ કરો.
આ રીતે, તે મેઇલ એડ્રેસ પસંદ કરવામાં આવશે, જેના મેઇલ તમને પસંદ નથી. આ રીતે, સરળતાથી સ્પામ મેઇલ્સ આપમેળે કાઢી નાખવામાં આવશે.