Site icon Revoi.in

યુપીઃ બારાબંકીમાં બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્તમાત સર્જાયો – 9 લોકોના મોત,27 યાત્રીઓ ઘાયલ

Social Share

લખનૌઃ-દેશના રાજ્ય ઉત્તરપ્રદેશના બારાબંકીમાં કિસાન પથ પર  એક ગંભીર અકસ્માત સર્જાયો છે,દિલ્હીથી બહરાઈચ જતી બસ અને સામેથી આવતી ટ્રક સામસામે ધડાકાભેર સાથે અથડાઈ હતી આ ટક્કર ખૂબ ભયાનક હતી આ દુર્ઘટનામાં બસ સવાર નવ મુસાફરોના મોત થયા હોવાના  સમાચાર મળી રહ્યા છે

આ અકસ્માતમાં 27 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાંથી 5 ગંભીર રીતે ઘાલયલ લોકોને ટ્રોમા સેન્ટર લખનૌમાં મોકલવામાં આવ્યા છે. દુર્ઘટનામાં થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

મળતી માહિતી પ્રમાણે આજે ગુરુવારના રોજ વહેલી સ લગભગ સાડા પાંચ વાગ્યે, દિલ્હીથી બહરાઇચ જતી પ્રવાસી બસ દેવા કોટવાલી વિસ્તારમાં કિસાન પથ પર બાબુરી ગામ નજીક પહોંચી હતી. સામેથી આવી રહેલી એક ટ્રક અચાનક તેની સાથે બેકાબૂ રીતે ટક્કર મારી હતી. ટક્કર દરમિયાન સ્પીડ એટલી વધારે હતી કે બસ અને ટ્રક  બન્ને હવામાં ફંગળાઈ હતી.

અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ દળ અને બચાવ ટીમ તથા વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. બસ અને ટ્રકને કાપીને ઇજાગ્રસ્તોને બહાર કાવામાં આવ્યા હતા. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ નવ લોકોને મૃત જાહેર કર્યા હતા.