- કોરોનાના 600 થી વધુ કેસ નોંધાયા
- 4 લોકોના નિપજ્યા મોત
- વહીવટીતંત્ર હાઇએલર્ટ પર
કાનપૂર: દેશમાં કોરોના વાયરસ અટકવાનું નામ જ નથી લેતો.અને દિનપ્રતિદિન કોરોનાના કેસમાં ઝડપી વધારો થતો જાય છે. જેથી તંત્ર ચિંતિત બન્યું છે.આ સાથે ઉત્તરપ્રદેશમાં મંગળવારે કોરોના વાયરસના 638 નવા કેસ નોંધાયા હતા,જ્યારે કોરોનાથી ચાર લોકોનાં મોત નિપજ્યા હતાં. ફરીથી કોરોના કેસ વધતા જોઈને વહીવટી તંત્ર ઉચ્ચ સજાગ છે. કોરોના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે પરીક્ષણમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ લખનઉમાં 232 નવા કેસ નોંધાયા છે. આ સાથે પ્રયાગરાજમાં 28, ઝાંસીમાં 27, વારાણસીમાં 25, ગાઝિયાબાદમાં 24, મેરઠમાં 24, કાનપુરમાં 20, નોઈડામાં 15 કેસ નોંધાયા છે.
મળતી માહિતી મુજબ મંગળવારે 24 કલાકમાં 1,19,470 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. સોમવારે 1,35,257 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. અધિક મુખ્ય સચિવ અમિત મોહન પ્રસાદના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,38,35,134 કોરોનાની તપાસ થઇ ચુકી છે.તો,છેલ્લા 24 કલાકમાં સ્વસ્થ થયા પછી 181 લોકોને રજા આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ,રાજ્યમાં અત્યાર સુધીમાં 5,96,101 લોકો સંક્રમણ મુક્ત થયા છે. રાજ્યમાં મંગળવારે બાર લોકોના મોત થયા હતા. આ લોકો આગ્રા, મથુરા, ફર્રુખાબાદ અને ઉન્નાવ જિલ્લાના હતા. આંકડા મુજબ રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 8764 લોકોનાં મોત નિપજ્યા છે.
હાલમાં રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા 3844 છે. જ્યારે ગયા મહિને 2 હજારથી પણ નીચે થઇ ગઈ હતી. આ સાથે રાજ્યમાં કોરોના રસીકરણ ઝડપથી ચાલી રહ્યું છે. વેક્સીનેશનમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 38,78,698 લોકોને કોરોનાના વેક્સીનનો પ્રથમ ડોઝ મળી ગયો છે.તો, 9,42,388 લોકોએ બીજો ડોઝ લઇ લીધો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 48,21,064 ડોઝ વેક્સીન લગાવવામાં આવી છે.
-દેવાંશી