UP વિધાનસભા ચૂંટણી ઉપર BJPએ તમામ ધ્યાન કેન્દ્રીત કર્યું, અમિત શાહ બે દિવસના પ્રવાસે જશે
દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની તમામ રાજકીય પાર્ટીઓએ શરૂ કરી દીધી છે. ભાજપએ પણ હાલ તમામ ફોક્સ ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણી ઉપર કેન્દ્રીય કર્યું છે. તેમજ ભાજપ દ્વારા સત્તાને જાળવી રાખવા માટે રણનીતિ તૈયાર કરી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં ઉત્તરપ્રદેશના વારાણસી ગયા હતા. જ્યાં વિવિખ વિકાસલક્ષી યોજનાનો આરંભ કરાવ્યો હતો. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરપ્રદેશના પ્રવાસે જશે. ઉત્તરપ્રદેશ પ્રવાસ દરમિયાન અમિત શાહ ભાજપના ટોચના નેતો સાથે બેઠક કરીને ચૂંટણીની રણનીતિ ઉપર કામગીરી શરૂ કરાશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરપ્રદેશના પ્રવાસ દરમિયાન ચૂંટણીની તૈયારઓ અંગે ચર્ચા કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વાંચલ અંગે તાજેતરમાં વિવિધ યોજનાઓ જાહેર કરી છે. હવે અમિત શાહ અવધમાં ભાજપની રણનીતિ તૈયાર કરશે. અમિત શાહ આગામી 29મી ઓક્ટોબરના રોજ લખનૌ પહોંચશે. અહીં બે દિવસના રોકાણ દરમિયાન સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવશે. આ ઉપરાંત શાહ પાર્ટીની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે.
અમિત શાહ પોતાના બે દિવસના પ્રવાસમાં સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. તેમજ જનપ્રતિનિધિઓ સાથે મળીને સમગ્ર રાજ્યના રાજકીય સમીકરણ અંગેની માહિતી મેળવશે. તેમજ તેઓ પાર્ટીમાં તમામ વર્ગના લોકોને સામેલ કરવાની કામગીરીની રૂપરેખા તૈયાર કરશે. ઉત્તરપ્રદેશમાં ભાજપના લગભગ 2.30 કરોડ જેટલા સભ્યો છે. ભાજપા આ આંકડો લગભગ 4 કરોડ સુધી પહોંચાડવાનું આયોજન કર્યું છે. જેથી એસસીએસટી અને ઓબીસી સમાજના લોકોને પણ મોટી સંખ્યામાં ભાજપમાં સામેલ કરવા સક્રીય કામગીરી કરશે.