UP વિધાનસભા ચૂંટણીઃ BJP રાષ્ટીય સુરક્ષા અને આતંકવાદ સહિતના મુદ્દા સાથે મેદાનમાં ઉતરશે
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનો જ બાકી રહ્યાં છે. દરમિયાન સીએમ યોદીએ સ્પષ્ટતા કરી દીધી છે કે, આ ચૂંટણીમાં હિન્દુત્વ, રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ, કાશ્મીર, રામમંદિર અને સાંપ્રદાયીક મુદ્દા મહત્વના રહેશે. ભાજપના ઓબીસી મોરચાના એક કાર્યક્રમમાં સીએમ યોગીએ આ અંગેના સંકેત આવ્યાં હતા. કાશ્મીરમાં આતંકવાદ મુદ્દે કોંગ્રેસ સામે આક્ષેપ કરતા કહ્યું કે, તેમણે આતંકવાદના બી રોપ્યાં હતા. તેમજ સપાને આતંકવાદીઓના હમદર્દ બતાવ્યાં હતા.
સીએમ યોદી આદિત્ય નાથે કહ્યું કે, સમાજવાદી પાર્ટીએ રામજન્મભૂમિ પર હુમલો કરનારા આતંકવાદી સામેથી કેસ પાછા લીધા હતા. એટલું જ નહીં રાષ્ટ્રીય સુરક્ષા મામલે પણ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે, યુપીએ શાસમાં ચીન અને પાકિસ્તાન ગમે ત્યારે ઘુસણખોરી કરી લેતા હતા. પરંતુ આજના સમયમાં ભારતીય સેના ચીન અને પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આવે છે. આ ઉપરાંત કોંગ્રેસે 1952માં કાશ્મીરમાં આતંકવાદના બી આર્ટિકલ 370ના રૂપમાં રોપ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાનીમાં તેને દૂર કરવામાં આવ્યો હતો. આતંકવાદની તાબુતને આ અંતિમ ખિલ્લો હતો અને આકરો સંદેશ છે.
સપા ઉપર પ્રહાર કરતા કહ્યું કે, સમાજવાદી પાર્ટીની સરકાર કેવી રીતે આતંકી પ્રવૃતિઓ વધી હતી. મંદિરો અને મઠોને નિશાન બનાવીને હિન્દુઓની ભાવને ઠેસ પહોંચાડવામાં આવતી હતી. એટલું જ નહીં સપાએ ખેડૂતોના દેવા માફ કરવાને બદલે આતંકવાદીઓ સામેના કેસ પાછા ખેંચ્યાં હતા. આ આતંકવાદીઓએ રામજન્મ ભૂમિ ઉપર હુમલો કર્યો હતો.