- બીજેપી આજે રજૂ કરશે સંકલ્પ પત્ર
- અનેક મુદ્દાઓ પર થશે ચર્ચાઓ
લખનૌઃ- તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈને ઉતત્ર પ્રદેશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ,ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 58 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ થવાનું છે. આ પહેલા ભાજપ 6 ફેબ્રુઆરીએ રાજ્યની જનતાની સામે પોતાનો સંકલ્પ પત્ર રજૂ કરશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાર્ટીના આ સંકલ્પ પત્રના કેન્દ્રમાં ગરીબો, ખેડૂતો અને મહિલાઓ મુખ્ય સ્થાન પર હશે. આ સિવાય નવી રોજગારી સર્જન પર પણ ફોકસ કરવામાં આવશે. પાર્ટી વીજળી સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ વચનો પણ કરી શકે છે, ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે પણ મહત્વ પૂર્ણ ચર્ચાનો સમાવશે કરી શકે છે.
શુક્રવારે ગોરખપુર સદર બેઠક પરથી ઉમેદવારી નોંધાવ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટ કર્યું કે પાર્ટીનું સંકલ્પ પત્ર 6 ફેબ્રુઆરીએ જારી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપે 2017માં જે કહ્યું હતું તે તેમની સરકારે પૂર્ણ કર્યું છે. તેની તૈયારી માટે ભાજપે નાણામંત્રી સુરેશ ખન્નાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.
સમિતિના સભ્યોએ રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લીધી હતી અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યો હતો. આ સાથે ભાજપે જનતાના સૂચનો લેવા માટે દરેક વિધાનસભા મતવિસ્તારમાં આકાંક્ષા બોક્સ પણ મોકલ્યા હતા. કૃષિ ક્ષેત્રને લગતા ઠરાવ પત્રમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.