Site icon Revoi.in

UP: બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનનો પર્દાફાશ, ATSએ 8 ત્રાસવાદીઓને ઝડપી લીધા

Social Share

લખનૌઃ દેશની સુરક્ષા એજન્સીઓએ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશની એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ (એટીએસ)ની ટીમે આઠ આતંકવાદીઓને ઝડપી લીધા હતા. આ આતંકવાદીઓ જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યું છે. ચોક્કસ બાતમીના આધારે એટીએસની ટીમે તમામ આતંકવાદીઓની આગવીઢબે પૂછપરછ આરંભી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર એટીએસની ટીમે વિવિધ વિસ્તારમાં દરોડા પાડીને લુકમાન, કારી મુખ્તાર, કામિલ અને મોહમ્મદ અલીમની સહારનપુરથી ધરપકડ કરી છે. બીજી તરફ શામલીમાંથી શહઝાદ, બાંગ્લાદેશના અલી નૂર ઉર્ફે જહાંગીર મંડલ ઉર્ફે ઈનામુલ હક, ઝારખંડના નવાઝિશ અંસારી, હરિદ્વારના મુદસ્સીરની ધરપકડ કરવામાં આવી હતી ATSએ આ આતંકવાદીઓ પાસેથી જેહાદી પુસ્તકો, પેનડ્રાઈવ અને મોબાઈલ કબજે કર્યા છે.

યુપી એટીએસએ કહ્યું હતું કે, અલ કાયદા ભારતીય ઉપ મહાદ્વીપ અથવા અલ કાયદા બરાન-એ-સગીર અને સહયોગી આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (જેએમબી) માટે કામ કરી રહ્યાનું ખૂલ્યું છે. ઉપમહાદ્વીપ (ખાસ કરીને ભારત અને બાંગ્લાદેશ) ગઝવા-એ-હિંદના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે તેના આતંકવાદી નેટવર્કને વિસ્તારી રહ્યું છે. આ માટે, ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને, સંગઠનોએ પહેલા સરહદી રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ વગેરેમાં કટ્ટરપંથી વિચારધારાઓને જોડ્યા અને ત્યાંની મદરેસાઓમાં પોતાના મૂળિયા મજબૂત કર્યા. આ બાંગ્લાદેશી આતંકવાદીઓ પોલીસ અને અન્ય એજન્સીઓથી બચવા માટે અમુક મોબાઈલ એપ્સનો ઉપયોગ કરે છે અને આ એપ્સ અને તેમના કોમ્યુનિકેશન કોડમાં તેમની સંસ્થામાં જોડાનારા નવા આવનારાઓને પણ તાલીમ આપે છે.