યુપી દેશનું પાંચમું સૌથી મોટું નિકાસ કરતું રાજ્ય બન્યું,વૈશ્વિક મહામારી છતાં નિકાસમાં 30 ટકાનો વધારો
- યુપી દેશનું પાંચમું સૌથી મોટું નિકાસ કરતું રાજ્ય બન્યું
- રાજ્યમાંથી રૂ. 1,55,897 કરોડની નિકાસ કરવામાં આવી
- વૈશ્વિક મહામારી છતાં નિકાસમાં 30 ટકાનો વધારો
લખનઉ:કોરોના કાળના પડકારો અને પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ રાજ્યે નિકાસ ક્ષેત્રે ઉંચી છલાંગ લગાવી છે.યુપી હવે દેશનું પાંચમું સૌથી મોટું નિકાસ કરતું રાજ્ય બની ગયું છે.નિકાસના ક્ષેત્રમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ જ યુપીથી આગળ છે. 2021-22માં રાજ્યમાંથી રૂ. 1,55,897 કરોડની નિકાસ કરવામાં આવી છે, જે 2020-21ની સરખામણીએ ત્રીસ ટકા વધુ છે.
2020-2021માં રાજ્યમાંથી 121,140 કરોડની નિકાસ કરવામાં આવી હતી, જે 2021-22માં વધીને 155897 કરોડ થઈ હતી.સરકારના પ્રવક્તાએ કહ્યું કે,2017માં યોગી સરકારે રાજ્યની અર્થવ્યવસ્થાને દેશની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા અને રાજ્યને ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું.
આ ધ્યેયને પહોંચી વળવા માટે સરકારે ઔદ્યોગિક રોકાણ અને પ્રમોશન પોલિસી બનાવી અને NOCની સિસ્ટમને ઓનલાઈન કરી.મોટા રોકાણકારો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બધાની સાથે રાજ્યની છબી બદલવા માટે કાયદો અને વ્યવસ્થા અને વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.આના પરિણામે, અત્યાર સુધીમાં યોજાયેલા ત્રણ ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહમાં રાજ્યમાં કુલ રૂ. 2,08,994 કરોડનું રોકાણ આવ્યું છે.