Site icon Revoi.in

ગોરખનાથ મંદિર પર હુમલાની ઘટના બાદ હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથની સુરક્ષામાં કરાયો વધારો

Social Share

લખનૌઃ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, તેમના સત્તાવાર સરકારી આવાસ સ્થાન પર બે સીઆરપીએફની  પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે,ઉલ્લેખનીય છે કે આ સુરક્ષા ત્યારે વધારવામાં આવી છે જ્યારે 3 એપ્ગોરિલના રોજ રખનાથ મંદિર પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી .

આ હુમલા બાદ હવે મુખ્યમંત્રીની સુરક્ષામાં સીઆરપીએફ  તૈનાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન 5 KD ખાતે સીઆરપીએફની બે પ્લાટુન તૈનાત  કરી દેવાઈ છે. માનવામાં આવી રહ્યું  છે કે ગોરખનાથ મંદિર પર થયેલા હુમલા બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મુર્તઝા અબ્બાસી નામના યુવકે 3 એપ્રિલે મંદિરની સુરક્ષામાં તૈનાત બે પીએસી કર્મચારીઓ પરહુમલો કરીને તેઓને ઘાયલ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગોરખનાથ મંદિર હુમલાની તપાસ કરી રહેલી એટીએસ તેને આતંકવાદી ષડયંત્ર ગણી આહળની કાર્.યવાહી કરી રહી  છે. મુર્તઝાની લખનૌ હેડક્વાર્ટરમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર  સુધીની પુછપરછમાં થયેલા ખુલાસા મુજબ મુર્તઝા ઈન્ટરનેશનલ ઈસ્લામિક ફોરમના કટ્ટરપંથી સાથે જોડાયેલો હતો. તે જેહાદી વીડિયો પણ જોતો હતો. એટલું જ નહીં તે પોતાનું વોટ્સએપ ગ્રુપ પણ ચલાવતો હતો.ત્યારે હવે ઘટનાને પગલે રાજ્યના સીએમની સુરક્ષા પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે.