- યુપી CMO ટ્વિટર એકાઉન્ટ હેક
- લગાવ્યું કાર્ટૂનિશ પ્રોફાઇલ પિક્ચર
- હજારો લોકોને ટેગ કરીને લીધા અનેક ટ્વિટ
લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય (CMO)નું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. યુપીના સીએમઓ (@CMOfficeUP)ના ટ્વિટર એકાઉન્ટ પર હાલમાં 40 લાખ ફોલોઅર્સ છે.આ ઉલ્લંઘન ત્યારે સામે આવ્યું જ્યારે અજાણ્યા હેકર્સે UP CMO ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરીને “Twitter પર પોતાનું BAYC / MAYC એનિમેટેડ કેવી રીતે ચાલુ કરવું” શીર્ષકવાળા ટ્યુટોરિયલ પર આધારિત પોસ્ટ પબ્લીશ કરી.આ ઉપરાંત, યુપી સીએમઓ એકાઉન્ટ પર પ્રોફાઇલ પિક્ચર તરીકે કાર્ટૂનિસ્ટની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અજાણ્યા હેકર્સે યુપી સીએમઓ એકાઉન્ટ પર કેટલીક રેન્ડમ ટ્વીટ્સનો થ્રેડ પણ પોસ્ટ કર્યો છે.જોકે, હાલમાં યુપી સીએમઓ એકાઉન્ટને રીસ્ટોર કરવામાં આવ્યું છે.
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારના 600 થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે.સરકારના ટ્વિટર હેન્ડલ અને ઈમેલ એકાઉન્ટ હેક કરવા સંબંધિત એક પ્રશ્નનો જવાબ આપતાં, તેમણે કહ્યું કે, 2017 થી અત્યાર સુધીમાં 641 એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે.
આના પર વર્ષ-દર-વર્ષે હેકિંગના કેસોની ગણતરી કરતી વખતે તેમણે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે,2017માં 175 એકાઉન્ટ,2018માં 114 એકાઉન્ટ,2019માં 61 એકાઉન્ટ,2020માં 77 એકાઉન્ટ અને 2021માં 186 એકાઉન્ટ હેક થયા હતા. ચાલુ વર્ષે 28 સરકારી ખાતા હેક થયા છે. ઠાકુરે કહ્યું કે,આ માહિતી ભારતીય કોમ્પ્યુટર ઈમરજન્સી ટીમ દ્વારા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.