UP: મુખ્તાર અંસારી ઉપર કાનૂની ગાળિયો કસાયો, કોર્ટે ગેંગસ્ટર એક્ટ હેઠળ 10 વર્ષની સજા ફરમાવી
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વધુ એક કુખ્યાત ગુનેગારની સામે કાનૂની ગાળીયો કસાયો છે. ગેંગસ્ટર એક્ટ કેસમાં કુખ્યાત મુખ્તાર અંસારીને કોર્ટે સજા સંભળાવી છે. ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે 16 વર્ષ જૂના કેસમાં પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા સંભળાવી હતી. આ સાથે કોર્ટે પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
સુત્રોના જમાવ્યા અનુસાર, મુખ્તાર અંસારી વિરુદ્ધ ભાજપના દિવંગત ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય અને નંદકિશોર ગુપ્તાની હત્યાના સંબંધમાં ગુનો નોંધવામાં આવ્યા હતા. મુખ્તાર અને અફઝાઝ અંસારી વિરુદ્ધ 2007માં મુહમ્દાબાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન મુખ્તાર અંસારી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બાંદા જેલ સાથે જોડાયેલા હતા. 2005માં કૃષ્ણાનંદ રાયની મુહમ્મદાબાદમાં બસનિયા ચટ્ટી પાસે હત્યા કરવામાં આવી હતી. હાલ મુખ્યાક અન્સારી હાલ યુપીની બાંદા જેલમાં બંધ છે.
ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે શનિવારે મૌના પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ કેસમાં સજા સંભળાવી છે. ચુકાદો આપતી વખતે કોર્ટે તેને દસ વર્ષની જેલની સજા અને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ મામલો ભાજપના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા સાથે જોડાયેલો છે. આ કેસમાં BSPના વર્તમાન સાંસદ અને મુખ્તાર અંસારીના ભાઈ પણ ગેંગસ્ટર એક્ટ હેઠળ છે. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી કોર્ટે સાંસદ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.
ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીને ડામવા માટે સરકારે કવાયત શરુ કરી છે. કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ અને અશરફ અહેમદ સહિતના ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.