- ઉત્તરપ્રદેશમાં સાપ્તાહિક લોકડાઉનની જાહેરાત
- કોરોનાના કેસો વધતા લેવાયો નિર્ણય
લખનૌઃ-સમગ્ર દેશમાં કોરોના વાયરસએ હાહાકાર મચાવ્યો છે, જકોરોનાના વધતા કેસોને લઈને કેટલાક રાજ્યોમાં લોકડાઉન કરવાની ફરજ પડી છે, ત્યારે દિલ્હી સહીત રાજસ્થાન અનેમહારાષ્ટ્રમાં પણ લોકડાઉનલાગુ કરવામાં આવી ચૂક્યું છે તો હવે બીજી તરફ ઉત્તર પ્રદેશની સરાકર પણ આ માર્ગે આગળ વધી છે.
યૂપીની સરકારે આપેલા આદેશ પ્રમાણે દર શનિવાર અને રવિવારના રોજ રાજ્યમાં લોકડાઉન લાગૂ રહેશે આ સાથે જ જેટલા પણ જીલ્લાઓમાં 500 કે તેથી વધુ કેસો હશે તેવા તમામ જીલ્લાઓમાં રાત્રી કર્ફ્યૂ પણ લાગૂ કરવામાં આવ્યું છે
સાપ્તાહિક લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવશે, દરેક વ્યક્તિઓની અવરજવર પર પ્રતિબંધ રહેશે, આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને જ છૂટછાટ આપવામાં આવી છે.આ ઉપરાંત મેડિકલ સ્ટાફ, કોરોના વેક્સિન સાથે કાર્ય કરતા લોકોને પણ છૂટ આપવામાં આવી છે, જેથી કરીને કોરોના કાળમાં પણ તેમનીસેવા અવિરતપણે ચાલુ રહે અને દર્દીઓને હાલાકી ભોગવવી ન પડે.
આ પહેલા પણ વિતેલા રવિવારના રોજ રાજ્યમાં લોકડાુન લગાવાયું હતું. અંદાજે 10 જેટલા જિલ્લાઓમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જો કે કોરોનાના કહેરને જોતા હવે આ લોકડાઉન સમગ્ર રાજ્યમાં લાગૂ કરાયું છે.હવેથી ઉત્તરપ્રદેશમાં શનિવાર અને રવિવારે લોકડાઉન રહેશે. આ સાથે જ જરુરીયાત વગર ઘરની બહાર નિકળવા પર સખ્ત મનાઈ કરવામાં આવી છે, જાહેર સ્થળો પર ભીડ ન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે તે સાથે જ જે કોઈ ઉત્સવો હોય તે ઘરમાં રહીને જ ઉજવવાની સલાહ આપવામાં આવી છે.
સાહિન-