- ઘાર્મિક રેલી નીકાળવા મામલે યુપી સરકાર સખ્ત બની
- ઘાર્મિક રેલીમાં શાંતિ જળવાય તેની આપવી પડશે ગેરેંટી
લખનૌઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ઘાર્મિક જૂલુસ નિકાળવા મામલે રાજ્ય સરકાર સખ્તી અપવાની રહી છે ત્યારે ઉત્તર પ્રદેશની સરકારે પણ મામલે સખ્ત વલણ અપનાવન્યું છે. રામનવમીના દિવસે થયેલી હિંસા અને સામાજિત તણાવને જોતા ઘાર્મિક જુલબસલ નિકાળવા મામલે નવા દિશા નિર્દશ જારી કર્યા છે.
આ નિર્દેશ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પરવાનગી વિના રેલી કે જુલૂસ નિકાળી શકે શે નહી, આ સાથે જ જો પરવાનગી આપવામાં આવશે તો તેમની પાસે બાહેઘરી પત્ર લખાવવામાં આવશે જેમાં જૂલુસ નિકાળનારાઓ એ રાજ્યની શાંતિ જળવાય રહેશે તેવી બાહેઘરી ફરજિયાત આપવી પડશે તો જ તેઓને મંજૂરી આપવામાં આવશે.
આ સાથે જ કોઈ પણ પ્રકારની રેલી કે ઘાર્મિક જુલુસમાં શસ્ત્રપ્રદર્શન કરવાની પણ મંજૂરી આપવામાં આવી નથી અને જો છત્તા પણ કઈ પણ ઘટના બને છે તો તેમની જવાબદારી રહેશે .અને તેમણે જવાબી કાર્યવાહીમાંથી પસાર થવું પડશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની ધાર્મિક વિચારધારાના દરેકને તેમની પૂજા પદ્ધતિને માનવાની સ્વતંત્રતા છે. માઇકનો ઉપયોગ જ્યાં પૂર્વ પરવાનગી લીધી છે ત્યા કરી શકાશે, પરંતુ તે સુનિશ્ચિત કરવું જોઇએ કે માઇકનો અવાજ પરિસરમાંથી બહાર ન આવવો જોઈએ. અન્ય લોકોને અસુવિધા ન થવી જોઈએ.આ સાથે જ હવેથી નવી સાઇટ્સ પર નવા માઇક્સ ઇન્સ્ટોલ કરવાની મંજૂરી અપાશે નહીં.ઉલ્લેખનીય છે દેશભરમાં લાઉડ સ્પિકરને લઈને કેટલાક સમયથી વિવાદ સર્જાયો હતો ત્યારે આવી સ્થિતિમાં ઉત્તરપ્રદેશ સરકારે આ નિર્ણય લીધો છે