યુપી સરકાર દિવાળી પર પીએમ આવાસ યોજનાના 2.5 કરોડ લાભાર્થીઓને મફત ગેસ સિલિન્ડર આપશે
દિલ્હીઃ- ઉત્તરપ્રદેશની સરકાર સતત રાજ્યની જનતા માટે અનેક ઓફર લાવવતી હોય છે ત્યારે આજરોજ મંગળવારના દિવસે રાજ્યની યોગી સરકારે આવાસ યોજનાના લાભાર્થીઓ માટે ખાસ જાહેરાત કરતા દીવાળી ભેંટ આપી છએ.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં લખનૌના લોક ભવનમાં મળેલી કેબિનેટની બેઠકમાં કુલ 21માંથી 20 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં દિવાળી પર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મફત ગેસ સિલિન્ડર આપવાની મંજૂરી પણ તેમાં સમાવેશ પામે છે.
આ યોજના હેઠળ 1 કરોડ 75 લાખ 4 હજાર 385 લાભાર્થીઓને ફ્રી સિલિન્ડર આપવામાં આવશે. બેઠકમાં ઉત્તર પ્રદેશમાં મોટી કંપનીઓને રોકાણ કરવા આકર્ષવા રાહત દરે જમીન આપવા અને પ્રોત્સાહન આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
આ મળેલી બેઠક બાદ રાજ્યના નાણામંત્રીએ કહ્યું કે સેમસંગ ઈન્ડિયાને મેગા પ્રોજેક્ટના 15 વર્ષમાં પ્રોત્સાહન તરીકે 1751 કરોડ રૂપિયા આપવામાં આવશે. એ જ રીતે એલજી ઈન્ડિયામાં રૂ. 567 કરોડનું રોકાણ છે. તેમને નિયમ મુજબ પ્રોત્સાહક રકમ પણ આપવામાં આવશે. આ સાથે જ FDI દ્વારા રાજ્યમાં 9400 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં એફડીઆઈ નીતિ હેઠળ જમીન ખરીદવા અને રૂ. 100 કરોડથી વધુના રોકાણ પર સ્ટેમ્પ ડ્યૂટીમાં છૂટ આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.