વિદેશી યાત્રીઓને લઈને ઉત્તરપ્રદેશ બન્યુ સતર્કઃ સીએમ યોગીએ આઈલોસેટ માટે અલગથી હોસ્પિટલના આપ્યા આદેશ
- યુપી સરકાર નવા વેરિએન્ટને લઈને સતર્ક
- વિદેશી યાત્રીઓ માટે અલગથી આઈસોલેટ માટે હોસ્પિટલ
- રાજ્ય સરકારે આપ્યા નવા આદેશ
લખનૌઃ- સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિેન્ટે હાહાકાર મટાવ્યો છે ત્યારે કેન્દ્રની સરકારે પણ તમામ રાજ્યોને સતર્કતાના આદેશ આપ્યા છે આ આદેશ હેઠળ ઉત્તરપ્રદેશની સરકારે નવા આદેશ જારી કર્યા છે.રાજ્ય સરકારે કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોન અંગે રાજ્યમાં તકેદારી વધારી છે
આંતરરાષ્ટ્રીય મુસાફરોને લઈને તમામ જિલ્લાઓને આદેશ જારી કરવામાં આવ્યા છે અને જરૂરી તૈયારીઓ કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં પણ કેન્દ્ર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના તમામ એરપોર્ટ જિલ્લાઓમાં આંતરરાષ્ટ્રીય મુસાફરોની આઇસોલેશન સુવિધા માટે કોવિડ હોસ્પિટલ રાખવામાં આવશે.
કોવિડના નવા પ્રકારો અંગે શુક્રવારે કેન્દ્ર તરફથી મળેલી નવી માર્ગદર્શિકા પ્રમાણે રાજ્ય સરકારે સોમવારે તમામ જિલ્લાઓને આદેશ પણ જારી કર્યા છે. મેડિકલ અને હેલ્થ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી એ સોમવારે મોડી રાત્રે તમામ ડિવિઝનલ કમિશનરો, મેડિકલ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના ડિવિઝનલ એડિશનલ ડિરેક્ટર્સ, તમામ ડીએમ અને સીએમઓને મોકલેલા પત્રમાં સામેલ દેશો અંગે વિશેષ તકેદારી રાખવા સૂચના આપી હતી.
યોગી સરકારના નવા આદેશો
જોખમની શ્રેણીના દેશોમાંથી આવતા કોઈ મુસાફર કોવિડ પોઝિટિવ જણાય તો તેમને અલગ રાખવાની અલગ વ્યવસ્થા કરવામાં આવશે.
આ આવેલા લોકોની સારવાર અને કોન્ટેક્ટ ટ્રેસિંગ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ કરવામાં આવશે. એરપોર્ટ જિલ્લાઓમાં આ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે એક કોવિડ હોસ્પિટલને એક અલગતા કેન્દ્ર તરીકે ખાસ તૈયાર કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય મુસાફરોની યાદી જિલ્લાઓમાં સીએમઓ સ્તરે સંકલિત નિયંત્રણ અને કમાન્ડ કેન્દ્રોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને તેમના સ્વાસ્થ્ય અને કોવિડના લક્ષણોની સ્થિતિ વિશે માહિતી મેળવવા માટે ભારતમાં આગમનના સાતમા દિવસ સુધી દરરોજ ફોન કરીને આ કેન્દ્રો દ્વારા સૂચિબદ્ધ કરવામાં આવશે.
આ સાથએ જ જો કોઈપણ વિદેશી પ્રવાસી અથવા તેના પરિવારના સભ્યોમાં કોવિડ રોગના લક્ષણો વિશે માહિતી પ્રાપ્ત થતાં, સીએમઓ દ્વારા તરત જ પરિક્ષણનું કાર્ય હાથ ધરાશે
આવા લોકોના સેમ્પલ લઈને RTPCR પરીક્ષા માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. આ સૂચનાઓનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
યુરોપિયન દેશોમાં યુનાઇટેડ કિંગડમ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઇઝરાયેલનો સમાવેશ થાય છે.