લખનૌ: ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતી પેપર લીક મામલામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ રેણુકા મિશ્રાને હટાવવામાં આવ્યા છે. રાજીવ કૃષ્ણાને પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ઉત્તરપ્રદેશમાં 60 હજારથી વધારે કોન્સ્ટેબલના પદો માટેની ભરતી માટે 48 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. પેપર લીક થયા બાદ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. તેની સાથે જ આગામી 6 માસની અંદર પરીીક્ષા ફરી કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે એમ પણ કહ્યું હતું કે પરીક્ષાઓની શુદ્ધતા સાતે કોઈ સમજૂતી કરી શકાય નહીં. દોષિતોની વિરુદ્ધ કડક કઠોરત્તમ કાર્યવાહી કરવામાં આવશે.
સિપાહી ભરતી પરીક્ષાનું પેપર લીક થવાના મામલામાં શાસને હવે મોટું પગલું ઉઠાવ્યું છે. ભરતી બોર્ડના અધ્યક્ષ ડીજી રેણુકા મિશ્રાને હટાવીને પ્રતીક્ષારત કરી દેવામાં આવ્યા છે. ડીજી વિજિલન્સ રાજીવ કૃષ્ણને અધ્યક્ષ ડીજી ભરતી બોર્ડનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.