- મહારાજા સુહેલદેવની રાજભર સમાજમાં છે માન્યતા
- યોગી બહરાઇચના પ્રવાસે ભૂમિપૂજનમાં થશે સામેલ
- પીએમ મોદી વર્ચ્યુઅલી કરશે વિકાસ કાર્યોનો શિલાન્યાસ
દિલ્હીઃ-ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બહરાઇચના પ્રવાસ પર જઈ રહ્યા છે. જ્યાં તેઓ મહારાજા સુહેલદેવ સ્મારકનું ભૂમિપૂજન કરશે. ત્યાં સીએમ યોગી આદિત્યનાથ ચિત્તોરામાં મહારાજા સુહેલદેવ સ્મારકના ભૂમિપૂજન અને શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેશે.
આ કાર્યક્રમમાં વિશેષ વાત એ હશે કે, વડાપ્રધાન મોદી પણ આ કાર્યક્રમમાં વર્ચ્યૂઅલ માધ્યમ દ્વારા ભાગ લેશે અને શિલાન્યાસ કરશે. આ સિવાય યુપીના રાજ્યપાલ આનંદીબેન પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે.
મુખ્યમંત્રીના કાર્યક્રમ મુજબ સીએમ યોગી આદિત્યનાથ આજે સવારે 10 વાગ્યે સુહેલદેવ સ્મારક પહોંચશે. ત્યારબાદ, લગભગ 11 વાગ્યે વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે.
યુપીના પૂર્વી પ્રદેશમાં રાજભર અને પાસી સમાજના લોકોની નોંધપાત્ર સંખ્યા છે. મહારાજા સુહેલદેવને પાસી અને રાજભર બંને સમાજ પોતાના માને છે. આ મતદારોને લક્ષિત બનાવતા ભાજપ મહારાજા સુહેલદેવ સ્મારકનો પાયો નાખી રહી છે.
દેવાંશી-