Site icon Revoi.in

ઉપલેટા નગરપાલિકા દ્વારા મ્યુનિ. કોલેજના ગ્રાઉન્ડમાં જીમ – સ્વિમિંગ પુલનું ખાતમહુર્ત કરાયું

Social Share

રાજકોટ: ઉપલેટા નગરપાલિકા દ્વારા વધુ એક વિકાસ લક્ષી કાર્ય કરવામાં આવ્યું છે.શહેરની મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં 1.25 કરોડના ખર્ચે જીમ તેમજ 2.25 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલનું ખાતમહુર્ત કરવામાં આવ્યુ હતું.

આ ગ્રાઉન્ડમાં ઓલમ્પિક લેવલના જીમ તેમજ સ્વિમિંગ પુલ બનાવવામા આવશે અને વિદ્યાર્થીઓ જેનો લાભ લઈ શકશે.ટૂંક સમયમાં જ જીમ અને સ્વિમિંગ પુલનું ઉદ્દઘાટન કરવામાં આવશે.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ , ઉપપ્રમુખ , પૂર્વ પ્રમુખ , હોદ્દેદારો , આગેવાનો સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે,વાલીઓની નગરપાલિકા પાસે લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા ત્યારે નગરપાલિકા દ્વારા આ માંગ સ્વીકારતા કોલેજના ગ્રાઉન્ડમાં જીમ અને સ્વિમિંગ પુલનું ખાતમહુર્ત કરવામાં આવ્યુ હતું.