“UPDATE YOUR PHONE” શું આવું નોટિફિકેશન તમારા મોબાઈલમાં પણ આવે છે? તો જાણો કેમ આવું થાય છે..
મોટાભાગના મોબાઈલ ફોનમાં થોડા સમય પછી એવો ઓપ્શન આવી જ જાય છે અથવા એવું નોટિફિકેશન આવી જ જાય છે કે જેમાં કહેવામાં આવે છે કે “UPDATE YOUR PHONE” અથવા “UPDATE YOUR DEVICE”. કેટલાક લોકો આ બાબતે ધ્યાન આપે છે અને તેમનો ફોન અપડેટ કરતા રહે છે પણ કેટલાક લોકો કરતા નથી. ફોન અપડેટ કરવાના પણ કેટલાક ફાયદા હોય છે.
સૌથી પહેલો ફાયદો એ છે કે જ્યારે ફોન અપડેટ કરો ત્યારે ફોનની સ્પીડ વધી જાય છે. અપડેટ એપ્સને પહેલા કરતા વધુ સ્માર્ટ બનાવવાનો પ્રયાસ કરે છે, જેથી તેમની સ્પીડ પહેલા કરતા વધુ સારી બની શકે. એપમાં ઉપલબ્ધ ફીચર્સને ઝડપથી એક્સેસ કરી શકાય, ટાઈપિંગમાં ઝડપી થઈ શકે અથવા વીડીયો માટેના એપ્સ છે
બીજા નંબરનો ફાયદો એ છે કે એપ્લિકેશનનો ઉપયોગ કરતી વખતે, તમને ઘણી વખત કેટલીક ખામીઓ પણ જોવા મળતી હોય છે. આ સ્થિતિમાં, કંપનીઓ અપડેટ્સ આપીને તે ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરે છે જેથી યુઝર્સને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
ત્રીજા નંબરનો ફાયદો એ છે કે ફોન અને ઇમેઇલ આઇડીને હેકરોથી બચાવવા માટે, કંપનીઓ સોફ્ટવેર અપડેટમાં સુરક્ષા અપડેટ્સ પર સૌથી વધુ ધ્યાન આપે છે. સુરક્ષા સંબંધિત ખામીઓને દૂર કરીને એપ્લિકેશન્સ અને ઓપરેટિંગ સિસ્ટમોમાં વધુ સુધારો કરવામાં આવતો હોય છે.
ચોથા નંબરનો ફાયદો એ છે કે જાણકારો એવું પણ કહે છે કે સોફ્ટવેર અપડેટ ન કરવાથી ફોનની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. એટલે કે ફોન હેક થઈ શકે છે. તેથી જ સોફ્ટવેરને અપડેટ કરવું અત્યંત મહત્વનું છે. એન્ડ્રોઇડ એ વિશ્વની સૌથી મોટી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે. તેથી જ મોટાભાગના હેકિંગ હુમલાઓ એન્ડ્રોઇડ પર જ થાય છે. એટલા માટે કંપની વારંવાર અપડેટ્સ મોકલીને ફોનની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. જેથી ફોન સુરક્ષિત રહે.
અને છેલ્લે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વોટ્સએપના ઘણા અપડેટ્સ આવ્યા છે અને દર વખતે કંપનીએ કેટલાક નવા ફીચર્સ આપ્યા છે. અપડેટ્સમાં આવું ઘણી વાર થાય છે. કંપનીઓ એપ્લિકેશન્સ અને ઓપરેટિંગ સિસ્ટમ્સ સાથે નવા ફીચર્સ આપે છે.