- ઉપેન્દ્ર કુશાવાહને વાય પ્લસ સુરક્ષા
- ગૃહમંત્રાલયે આપી સુરક્ષાની મંજૂરી
પટનાઃ- છેલ્લા ઘણા સમયથી બિહારના રાજકરણમાં ગરમાટો છવાયો છે મંત્રી ઉપેન્દ્ર કુશાવાહે જદેડીયુંથી અલગ થઈને પોતાની નવી પાર્ટીની રચના કરી છે જેને લઈને તેમની સુરક્ષા પણ વધારી દેવાઈ છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે બિહારની રાજનીતિમાં ચાલેલા હંગામાં બાદ કેન્દ્રની સરકારે JDUથી અલગ થઈને પોતાની નવી પાર્ટી બનાવનાર ઉપેન્દ્ર કુશવાહાને Y પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કુશવાહાને આ સુરક્ષા આપવામાં આવશે.
જો કે ઉપેન્દ્ર કુશવાહાની વર્તમાન સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ રાજ્ય સરકારે તેમની સુરક્ષા વધારવાનો નિર્ણય કર્યો છે. કુશવાહાને Y+ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવા માટે સૂચના આપવામાં આવી ચીકા છે. આ અંગે ગૃહ વિભાગે આદેશ પણ જારી કર્યો છે.
ગૃહ વિભાગની વિશેષ શાખાના વિશેષ સચિવ વિકાસ વૈભવે આ અંગે પોલીસ મહાનિર્દેશક એસકે સિંઘલ, એડીજી સ્પેશિયલ સિક્યુરિટી બચ્ચુ સિંહ મીણાને પત્ર પણ લખ્યો છે. હવે ડીજીપી એસકે સિંઘલે નક્કી કરવાનું છે કે ઉપેન્દ્ર કુશવાહાને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા ક્યારથી આપવામાં આવશે.